Not Set/ રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો

યોગગુરુ બાબા રામદેવ અને ડોક્ટર્સ વચ્ચે ચાલી રહેલા વિવિદા વચ્ચે નેપાળથી રામદેવ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Trending
1 269 રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો

યોગગુરુ બાબા રામદેવ અને ડોક્ટર્સ વચ્ચે ચાલી રહેલા વિવિદા વચ્ચે નેપાળથી રામદેવ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસ પર કોરોનિલનો સારો પ્રભાવ પડે છે આ વાતની પુષ્ટી કર્યા બાદ પણ હવે નેપાળે કોરોનિલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

1 270 રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો

સુપ્રીમ કોર્ટ / રાજ્યો અનાથ બાળકોને ગેરકાયદેસર દત્તક લેનારા સામે કડક કાર્યવાહી કરે : સુપ્રીમનો આદેશ

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં નેપાળને યોગગુરુ રામદેવે ભેટ તરીકે કોરોનિલ કીટ આપી હતી. પરંતુ નેપાળનાં આયુર્વેદ અને વૈકલ્પિક દવા વિભાગે કોરોનિલનાં વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળ બાજુથી એવું કહેવામાં આવ્યું છે કે પતંજલિથી 1500 કોરોનિલ કીટ લેતી વખતે સાચી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. આપને જણાવી દઈએ કે પતંજલિ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનિલ કોરોના દર્દીઓ માટે ખૂબ અસરકારક છે. નેપાળ સરકાર દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક નિર્દેશ અનુસાર કોરોનિલમાં જે ગોળી અને અનુનાસિક તેલ કોરોના વાયરસની સારવાર માટે આપવામાં આવતી દવા જેટલી અસરકારક નથી. આ ઉપરાંત કોરોનિલ વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં તાજેતરનાં નિવેદનમાં પણ નેપાળનાં અધિકારીઓએ બાબા રામદેવને પડકાર ફેંક્યો છે કે તે કોરોનાની સારવારમાં કોરોનિલ અસરકારક છે તે સાબિત કરે. જણાવી દઇએ કે, ભૂટાન પછી નેપાળ બીજો દેશ છે જેણે કોરોનિલ કીટનું વિતરણ અટકાવ્યું છે. ભૂટાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ કોરોનિલની કીટનું વિતરણ અટકાવી દીધું છે. મહત્વની વાત એ છે કે પતંજલિ નેપાળમાં મોટું ઉત્પાદન કરે છે, તેથી નેપાળ પતંજલિ જૂથની નજીક ગણાય છે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે પતંજલિનાં કોરોનિલ વિતરણ પર લાદવામાં આવેલા પ્રતિબંધ થોડા સમય માટે છે કે હવે તેનું વિતરણ કરવામાં આવશે નહીં.

1 271 રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો

મોટી રાહત / ગુજરાતના નાગરિકોને મોટી રાહત : મા-કાર્ડની મુદત ૩૧ જુલાઇ સુધી લંબાવાઈ

સોમવારે આ મામલાને ત્યારે હવા મળી જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે, કોરોનિલની કીટ પૂર્વ આરોગ્ય પ્રધાન કે હૃદયેશ ત્રિપાઠી અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન જુલી મહતોએ રિસિવ કરી. આ પછી તરત જ મહતો અને તેમના પતિ રઘુવીર મહાસેઠને કોરોના ચેપ લાગ્યો હતો. ઓલી સરકારે કોરોનિલનાં વિતરણ પર જે રીતે પ્રતિબંધ મૂક્યો છે, એવું માનવામાં આવે છે કે તેઓ પોતાને પતંજલિથી દૂર કરવા માગે છે કારણ કે મહતોનો ભાઈ ઉપેન્દ્ર મહતો એક મોટો ઉદ્યોગપતિ છે અને દેશનાં પતંજલિનો સૌથી મોટો ઉદ્યોગપતિ છે.

kalmukho str 6 રામદેવની કોરોનિલ કીટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણશો તો ચોંકી જશો