Technology/ નેટબેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ પાસવર્ડને મજબૂત બનાવો અને ઓનલાઈન છેતરપિંડીથી બચો

વધતી જતી ઓનલાઇન છેતરપિંડીને જોતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લોકોને સલાહ આપી છે કે તેઓ નેટબેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગનો પાસવર્ડ મજબૂત રાખે.

Tech & Auto
ઓનલાઇન છેતરપિંડી

ઝડપથી વિકસતા ડિજિટાઇઝ્ડ વિશ્વમાં, ઓનલાઈન છેતરપિંડી પણ બહુ જ  ઝડપથી વધી રહી છે. કોરોનાકાળમાં બેન્કિંગ છેતરપિંડી અને ઓનલાઇન છેતરપિંડી માં અનેક ગણો વધારો થયો છે. વધતી જતી ઓનલાઇન છેતરપિંડી ને જોતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ લોકોને સલાહ આપી છે કે તેઓ નેટબેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગનો પાસવર્ડ મજબૂત રાખે.

કેટલીક ખાસ પદ્ધતિઓ અપનાવીને, તમે તમારો પાસવર્ડ મજબૂત બનાવી શકો છો. જે આપને ઓનલાઇન છેતરપિંડી થી બચવામાં મદદ કરશે. મજબૂત પાસવર્ડ સાથે, તમે તમારા પોતાના પૈસા અને માહિતીને એક હદ સુધી સુરક્ષિત કરી શકો છો.

આ રીતે પાસવર્ડને મજબૂત બનાવી શકાય છે

પાસવર્ડ Uppercase અને Lowercase  બંનેનું સંયોજન હોવું જોઈએ. જેમ કે – aBjsE7uG.

પાસવર્ડમાં સંખ્યા અને પ્રતીકો બંનેનો ઉપયોગ કરો. જેમ કે  – AbjsE7uG61!

તમારા પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 અક્ષરો હોવા જોઈએ. દા.ત – aBjsE7uG

સામાન્ય ડિક્શનરી શબ્દોનો ઉપયોગ કરશો નહીં જેમ કે itislocked અને thisismypassword.

‘Qwerty’ અથવા ‘asdfg’ જેવા કીબોર્ડ પાથનો ઉપયોગ ન કરવો જોઇએ. તેના બદલે “:)”, “:/’નો ઉપયોગ કરો.

12345678 અથવા abcdefg જેવા સામાન્ય પાસવર્ડ્સ બનાવશો નહીં.

અનુમાન કરવા માટે સરળ એવા અવેજીનો ઉપયોગ કરશો નહીં. દા.ત.-DOORBELL-DOOR8377

પાસવર્ડને તમારા નામ અને જન્મ તારીખ સાથે લિંક કરશો નહીં. જેમ – રમેશ@1967.

હેલ્પલાઇન નંબર

ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે 155260 હેલ્પલાઇન શરૂ કરી છે. જો તમે કોઈપણ પ્રકારની ઓનલાઇન છેતરપિંડીનો શિકાર છો, તો તરત જ આ નંબર પર કોલ કરો. આ હેલ્પલાઇન નંબર દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 24×7 ઉપલબ્ધ છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

સાયબર પોર્ટલ

ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલના સાયબર પોર્ટલ https://cybercrime.gov.in/ સાથેનો 155260 પાયલોટ પ્રોજેક્ટ ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને સંપૂર્ણપણે લોન્ચ કરવામાં આવ્યો છે.  આ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશનનું એક એવું પ્લેટફોર્મ છે, જેનો પ્રથમ યુઝર દિલ્હી બન્યો છે.

પ્લેટફોર્મ પરથી લોકોને મદદ મળે છે

લગભગ 55 બેન્કો, ઇ-વોલેટ્સ, ઇ-કોમર્સ સાઇટ્સ, પેમેન્ટ ગેટવે અને અન્ય સંસ્થાઓ પાસે ‘સિટિઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમ’ નામનું ઇન્ટરકનેક્ટ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દ્વારા, ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ખૂબ જ ઓછા સમયમાં બચાવી શકાય છે.

રાજસ્થાન / બાડમેરમાં મોટો અકસ્માત, IAF નું મિગ -21 બાઇસન પ્લેન ક્રેશ

પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

ગુજરાત / ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને મળશે એડહોક પ્રમોશન

આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે