જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેનાથી જીવનમાં પોઝિટીવ એનર્જી આવે છે અને વ્યક્તિ પ્રગતિ કરે છે. તો બીજી તરફ આ નિયમોની અવગણના કરવાથી ગરીબી અને મુશ્કેલીઓ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે કેટલીક બાબતોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આજે આપણે એવા કામો વિશે જાણીએ જે સાંજના સમયે કરવાની મનાઈ છે.
આ કામ સાંજે ન કરવું
ઘરની સફાઈ સારી બાબત છે. આનાથી માતા લક્ષ્મી ખુશ થાય છે પરંતુ સાંજે ઝાડુ મારવું કે પોતું કરવું તે ખૂબ જ અશુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે ઝાડુ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ સિવાય પૈસાનું નુકસાન પણ થાય છે.
ઘણા લોકોને સાંજે ઓફિસેથી આવ્યા પછી ઊંઘવાની કે આરામ કરવાની ટેવ હોય છે. આમ કરવું ખૂબ જ અશુભ છે. સાંજનો સમય દેવી લક્ષ્મીના આગમનનો છે, તેથી આ સમયે સૂવાથી પ્રગતિ અને આર્થિક પ્રગતિમાં અવરોધો આવે છે.
સૂર્યાસ્ત સમયે કે તેના પછી તુલસીના પાન ન તોડવા જોઈએ, તેમજ આ સમયે તુલસીના પાનને સ્પર્શ પણ ન કરવા જોઈએ. જો તમને સાંજે અથવા રાત્રે તુલસીના પાન જોઈતા હોય તો તેને દિવસના સમયે તોડી લો.
જો કોઈ ભિખારી સાંજે આવે તો તેને ખાલી હાથે જવા ન દો તેજ રીતે ખાટી વસ્તુઓ, દૂધ અને મીઠું દાનમાં ન આપો.
સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ ન રાખવો જોઈએ. જેના કારણે મા લક્ષ્મી ક્રોધિત થાય છે.
આ પણ વાંચો: પરીક્ષાની ટકાવારી નહિ પરંતુ બાળકના મનમાં શું કરવાની ઇચ્છા છે એના પર નિર્ધારિત નિર્ણય લેવાય તો
આ પણ વાંચો: CM KCRએ કેન્દ્ર સરકારને ફેંકી પડકાર… કહ્યું, અનાજ ખરીદો, નહીં તો સરકાર પાડી દેશું.
આ પણ વાંચો: કોરોનાથી લોકડાઉન, ઘરોમાં કેદ બુમો પાડતા લોકોનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: શું કેમ્પ હનુમાન મંદિરનું સ્થાન બદલાશે ?