ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે અને તેમા બોમ્બાર્ડિંગ ચાલે છે તેના જે અવાજો સંભળાય છે તેવી અનુભૂતિ કોરોમાંડલ એક્સપ્રેસ અને હાવડા એક્સપ્રેસના મુસાફરોને શુક્રવારે સાંજે થઈ હતી.

Top Stories India
Odissa 1 ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે Train Accident અને તેમા બોમ્બાર્ડિંગ ચાલે છે તેના જે અવાજો સંભળાય છે તેવી અનુભૂતિ કોરોમાંડલ એક્સપ્રેસ અને હાવડા એક્સપ્રેસના મુસાફરોને શુક્રવારે સાંજે થઈ હતી. આ ભયાનક અકસ્માતની તસ્વીરો શનિવાર સવારથી આવવા લાગી તે જોઈને કમકમી જવાય છે.

આ અકસ્માતમાં એક પછી એક ટ્રેન પાટા પરથી ઉતરીને Train Accident બીજા ટ્રેક પર પડી અને બીજી ટ્રેનોને પણ લપેટમાં લેતી ગઈ. આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા 300ને વટાવી ચૂકી છે અને હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત છે.

Odissa 2 ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

હાલમાં મોટાપાયા પર બચાવ અભિયાન ચાલી રહ્યુ છે. ઘટનાસ્થળે 50થી વધારે એમ્બ્યુલન્સ મોકલી દેવાઈ છે. સ્થાનિક પોલીસ  ફાયરબ્રિગેડ,  એનડીઆરએફ, લશ્કર, 108ની ટીમ, હોસ્પિટલ સ્ટાફ, હવાઇદળના હેલિકોપ્ટરો કામે લગાડવામાં આવ્યા છે.  આ સિવાય ઘાયલો માટે બેથી ત્રણ હોસ્પિટલ ખડે પગે રાખવામાં આવી છે. આ હોસ્પિટલોના ડોક્ટરો-નર્સોની રજાઓ રદ કરી દેવામાં આવી છે.

Odissa 3 ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

શનિવાર સવારથી એનડીઆરએફની ટીમ એકબીજા પર ચઢી Train Accident ગયેલા કે કચડાયેલા ડબ્બામાંથી લોકોના મૃતદેહોને કાઢવા અને ઇજાગ્રસ્તોને કાઢવા ગેસ કટરનો ઉપયોગ કરી રહી છે. બચાવના કાર્યમાં જેમ-જેમ વિલંબ થાય છે તેમ-તેમ મૃતદેહનો આંકડ ઊંચે જવાની સંભાવના વધી જાય છે.

રાત્રે થયેલો અકસ્માત પણ મૃતદેહોનો આંકડો આટલો વધવાનું Train Accident મહત્વનું કારણ છે. રાત્રે લાઇટના અભાવે આ સ્થળે બચાવકાર્ય શરૂ કરવામાં જ દોઢ કલાકનો સમય લાગી ગયો હતો. આ દુર્ઘટના એવી હતી કે તેમા કોઈ કશું સમજી જ શક્યું નથી.

Odiss 4 ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

પહેલા કોરોમાંડલ એક્સપ્રેસ માલગાડી સામે અથડાયાના સમાચાર સામે આવ્યા. તેના પછી હાવડા એક્સપ્રેસ અથડાયાના સમાચાર સામે આવ્યા. તેથી શરૂઆતમાં તો સામાન્ય અકસ્માત જ લાગ્યો હતો.

તેના પછી સમાચાર આવ્યા કે બેંગ્લોર-હાવડા એક્સપ્રેસના કેટલાય ડબ્બા પાટા Train Accidentપરથી ઉતરી ગયા અને બીજા પાટા પર જઈ પડ્યા. પાટા પરથી ઉતરેલા આ ડબ્બા ચેન્નાઈની શાલિમાર કોરોમાંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે ટકરાયા અને તેના ડબ્બા પણ પલટી ગયા.

Odissa 5 ક્યારેય નહીં જોયો હોય આવો અકસ્માતઃ એન્જિન જ ગૂડ્સ ટ્રેન પર ચઢી ગયું

કોરોમાંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતર્યા પછીના પાટા પર ગૂડ્સ ટ્રેનને અથડાયા. આમ ગૂડ્સ ટ્રેન પણ અકસ્માતનો હિસ્સો બની ગઈ.

 

આ પણ વાંચોઃ રેલ દુર્ઘટના/ આ છે ભારતના 10 મોટા ટ્રેન અકસ્માત, ‘12 વર્ષના ઈતિહાસમાં કોરોમંડલ ટ્રેન એક્સિડન્ટ’માં સૌથી વધુ મૃત્યુ

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ‘વિપક્ષ તમારા રાજીનામાની માગ કરી રહ્યો છે’… રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સવાલ પર જાણો શંં કહ્યું

આ પણ વાંચોઃ અકસ્માતો/ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત