Not Set/ Fake News: પીએમ મોદીએ પત્રકારની માન્યતાને રદ કરવાનો ફેંસલો ખેંચ્યો પાછો

નવી દિલ્હી ફેક ન્યુઝ મામલામાં પત્રકારની માન્યતાને રદ્દ કરવાનો મામલે પ્રધાનમંત્રી મોદીએ એક મોટો ફેંસલો લીધો છે. જો કે સુચના અને પ્રસારણ મંત્રાલયના આ વિવાદાસ્પદ આદેશને પીએમ નરેન્દ્ર મોદીએ રદ કરતાં જણાવ્યું છે કે સમાચારો સાચા છે કે ખોટા તેનો નિર્ણય પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર છોડી દેવો જોઇએ. માહિત અને પ્રસારણ મંત્રાલયની તરફથી રજુ […]

Top Stories
Narendra Modi Smriti Fake News: પીએમ મોદીએ પત્રકારની માન્યતાને રદ કરવાનો ફેંસલો ખેંચ્યો પાછો

નવી દિલ્હી

ફેક ન્યુઝ મામલામાં પત્રકારની માન્યતાને રદ્દ કરવાનો મામલે પ્રધાનમંત્રી મોદીએ એક મોટો ફેંસલો લીધો છે. જો કે સુચના અને પ્રસારણ મંત્રાલયના આ વિવાદાસ્પદ આદેશને પીએમ નરેન્દ્ર મોદીએ રદ કરતાં જણાવ્યું છે કે સમાચારો સાચા છે કે ખોટા તેનો નિર્ણય પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર છોડી દેવો જોઇએ. માહિત અને પ્રસારણ મંત્રાલયની તરફથી રજુ કરાયેલ નોટિફિકેશનની વિપક્ષી દળોના નેતાઓએ એમ કહેતા નિંદા કરી હતી કે સેંસરશિપ ખોટી છે.

ચાર પાનાના પત્રમાં સુચના અને પ્રસારણ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે જો ખોટા સમાચારનું પ્રકાશન અથવા પ્રસારણ થયુ હોવાની પુષ્ટી થશે તો જે તે સમાચાર માધ્યમની માન્યતા છ મહિના માટે રદ્દ કરવામાં આવી શકે છે. બીજી વખત ખોટા સમાચાર પબ્લીશ કરતા પકડાય તો માન્યતા એક વર્ષ માટે રદ્દ થઈ શકે છે અને ત્રીજી વખત આ નિયમોનો ભંગ કરે તો માન્યતા કાયમી ધોરણે રદ્દ કરવામાં આવશે.

ખોટા સમાચાર પર અંકુશ લગાવવા માટે સરકારનુ કહેવુ છે કે જો  કોઈ સમાચાર માધ્યમ ખોટા સમાચાર પબ્લીશ કરે છે અથવા જાણી જોઈને કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે તો તેની માન્યતા અસ્થાઈ ધોરણે રદ્દ થઈ શકે છે.જો કે કેન્દ્ર સરકારના આ આદેશને પીએમ નરેન્દ્ર મોદીએ રદ કર્યો છે.

શું કહ્યું હતું સ્મૃતિ ઈરાનીએ?

મંગળવારે સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કેટલાક પત્રકારો અને મીડિયા સમૂહે કેટલીક સલાહ આપી છે અને જે કોઈ પત્રકાર અથવા મીડિયા સમૂહ આ મુદ્દે સલાહ સૂચન આપવા માંગે છે તો આપી શકે છે.

અગાઉ પોતાના વિવાદાસ્પદ પત્રમાં મંત્રાલયે કહ્યું હતું  કે જા ખોટા સમાચાર મામલે પ્રિન્ટ મીડિયા સંબંધિત કોઈ ફરીયાદ હોય તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં અરજી કરી શકાશે. તેમજ જો ઈલેક્ટ્રોનિક મીડિયા સંબંધિત કોઈ ફરીયાદ હોય તો ન્યુઝ બ્રોડકાસ્ટ એસોસીએશન (એનબીએ)માં ફરીયાદ કરી શકાશે.

સંબંધિત સંસ્થાએ નક્કી કરવાનુ રહેશે કે તે સમાચાર ખોટા અને ખોટા ઉદ્દેશ્ય સાથે પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે નહીં. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે આ બન્ને એજન્સીઓએ ફરીયાદ મળ્યાના 15 દિવસની અંદર સમાચાર ખોટા હતા કે નહીં તે નક્કી કરવાનુ રહેશે. ત્યારબાદની અરજીને માન્ય રાખવામાં આવશે નહીં. મહત્વનુ છે કે છેલ્લા કેટલાક સમયથી સમાચાર માધ્યમો પર નિયંત્રણ લાદવાની માંગ ઉઠી રહી હતી. કેટલાક પત્રકારો અને મીડિયા સમૂહે સરકારના આ ફેંસલાની નિંદા કરી છે.