Not Set/ સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય આગેવાનની નવી પહેલ નવવધુ વેલ હેલીકોપ્ટરથી લગ્ન સ્થળે પહોંચી

ઝાલાવાડમાં શાહી લગ્નોત્સવ યોજવાનો ક્રેઝ વધ્યો જિલ્લામાં ત્રણ દિવસમાં 500થી વધુ લગ્નો યોજાયા

Gujarat
Untitled 34 2 સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય આગેવાનની નવી પહેલ નવવધુ વેલ હેલીકોપ્ટરથી લગ્ન સ્થળે પહોંચી

ઝાલાવાડમાં લગ્ન સરાની સીઝન પુર બહારમાં ખીલી છે.લોકો લગ્ન પ્રસંગોને ભવ્ય બનાવવા રંગારંગ આયોજનો કરતા હોય છે.આી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 500થી વધુ લગ્નો યોજાયા છે.ત્યારે સુરેન્દ્રનગરના ક્ષત્રીય પરીવારે નવો ચિલો ચાતરી સમાજને નવી રાહ ચિંધી છે.જેમાં લક્ષ્મી સ્વરૂપા પુ્ત્રવધુને આવકારવા હેલીકોપ્ટર વેલ લઇ પ્રસ્થાન કર્યુ હતુ.જે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર આવતા 200થી વધુ કારોના કાફલા સાથે સ્વાગત કરત અનેક લોકો ઉપસ્થિત રહયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોઅવનવી રીતે લગ્ન પ્રસંગને યાદ ગાર બનાવવા આયોજન કરતા હોય છે. હાલ વરરાજાની જાન અવનવી રીતે આયોજન કરાતુ હોય છે.જેમાં બળદગાડા, ધોડાની બગી, હેલીકોપ્ટર સહિત અવનવી રીતે શણગારી તેમાં જાન પ્રસ્થાન થતી હોય છે. સુરેન્દ્રનગરમાંથી અનેક વાર વરરાજાની જાન હેલીકોપ્ટરમાં ગઇ હોય એવા આયોજનો થયા છે.

પરંતુ શહેરના ઝાલા પરીવારે અનોખુ આયોજન કર્યુ હતુ.જેમાં લગ્નમાં વધુની વેલ લગ્ન સ્થળે હેલીકોપ્ટરમાં પહોંચાડી સમાજને નવી રાહ ચિંધી હતી. સુરેન્દ્રનગરના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાના ભાઇ અને વિશ્વહિન્દુ પરિષદ પ્રમુખ બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ પ્રવિણસિંહ ઝાલાના પુત્ર યશપાલસિંહ ઝાલાના લગ્ન ધ્રાંગધ્રાના રાજેન્દ્રસિંહ જાડેજાના પુત્રી ખુશાલીબા સાથે નિર્ધાર્યા હતા.આથી ઝાલા પરીવારે લગ્ન પ્રસંગે઼ અનોખુ આયોજન કર્યુ હતુ.

જેમાં ધ્રાંગધ્રાથી રાજ પુત્રવધુને હેલીકોપ્ટરમાં લઇ શહેરના વડનગર પાસે આવેલા હેલીપેડે હેલીકોપ્ટર ઉતર્ય હતુ.જ્યાં 200થી વધુ કારના કાફલા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યાં બાર એસોસીએશન સુરેન્દ્રનગર ઉપપ્રમુખ દિગ્વીજસિંહ ઝાલા સહિત ઝાલા પરીવાર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આમ સુરેન્દ્નગરમાં પ્રથમવખત વધુની વેલ હેલીકોપ્ટરમાં આવતા વિસ્તારના હજારો લોકો હેલીપેડ પર ઉપસ્થિત રહ્યા હતા.આમ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરમાં લોકોએ વરરાજાને હેલીકોપ્ટરમાં જઇ વધુને પરણવા આવતા ઘણી વખત લોકોએ જોયા હશે.પરંતુ મુળ ધણાદના અને હલ સુરેન્દ્રનગર રહેતા ઝાલા પરીવારએ લક્ષ્મી સ્વરૂપ પુત્રવધુ અનોખી રીતે આવકારી લોકોને નવી રાહ ચિંધી હતી.

હાલ લગ્નના શુભમુહુર્તો ચાલતા હોવાથી જિલ્લામાં લગ્ન સમારંભો માટે વાડી સહિત હોલ અને પાર્ટીપ્લોટ બુક થઇ ગયા છે.આગામી દિવસોમાં કમુરતા બેસનાર હોવાથી. શુભ કાર્યો થઇ શકે નહીં જ્યારે તા.14 જાન્યુઆરી સુધી કમુરતા રહેનાર હોવાથી લગ્ન સમારંભો યોજાઇ રહ્યા છે.જયારે ઉતરાયણ બાદ કમુરતા પુર્ણ થયા બાદ જ લગ્ન આદી શુભકાર્યો થઇ શકશે.

કોરોના કાળમાં લગ્ન સમારંભ બંધ રહ્યા હોવાથી મંડપ સર્વીસ, ડિજે, બેન્ડ વાજા, ફુલો સહિતના ધંધાર્થીઓને આવક બંધ થઇ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.સરકારની છુટછાટ બાદ હાલ લગ્ન સમારંભો યોજાઇ રહ્યા હોવાથી લગ્નના કામકાજ સાથે જોડાયેલા ધંધાર્થીઓને આવકનો માર્ગ પણ ખુલ્યો છે.