ધમકી/ ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકટ ટીમને ઈંગ્લેન્ડમાં બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ મંગળવારે પુષ્ટિ કરી કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને તેમની સાથે સંબંધિત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

Sports
1 313 ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકટ ટીમને ઈંગ્લેન્ડમાં બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમને બોમ્બની ધમકીઓ મળી છે, જે બાદથી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ મંગળવારે પુષ્ટિ કરી કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને તેમની સાથે સંબંધિત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે બોમ્બ તેની હોટલમાં રાખવામાં આવ્યો છે. જોકે આ ખાસ કરીને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમનાં સંદર્ભમાં નહોતું. બોમ્બ હોટલમાં રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો – KKR vs RCB / સંકટ સમયે વિરાટની ટીમનો આ ખેલાડી કરી રહ્યો હતો કઇંક અલગ જ કામ

ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને તેમના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બોમ્બની ધમકીઓ મળી હતી, જેની પુષ્ટિ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) એ કરી હતી, જેમણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (NZC) ને સંબંધિત ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. ANI નાં એક રિપોર્ટ મુજબ, ધમકીઓ ખાસ કરીને સફેદ ફર્નનો ઉલ્લેખ કરતી નથી, પરંતુ ધમકીઓને વિશ્વસનીય માનવામાં આવે તે પહેલા આ બાબતની તપાસ કરવામાં આવી હતી. NZC એ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે ટીમ સીરીઝની ત્રીજી વનડે માટે હમણા જ લીસેસ્ટર પહોંચી છે અને ટીમની તાલીમ રદ કરવામાં આવી હોવાના અહેવાલો ખોટા છે કારણ કે પ્રવાસનાં દિવસે કોઈ તાલીમ નક્કી કરવામાં આવી ન હોતી.

 આ પણ વાંચો – KKR vs RCB / RCB ની વિરાટ સેનાને KKR એ 9 વિકેટથી હરાવી મેળવી શાનદાર જીત

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું: “વ્હાઇટ ફર્ન હવે લીસેસ્ટરમાં આવી ગયા છે અને સાવચેતીનાં ભાગરૂપે તેમની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમની તાલીમ રદ કરવામાં આવી હોવાના અહેવાલો ખોટા છે.” જો કે, અન્ય ESPNcricinfo રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્હાઇટ ફર્ન્સ ટીમ મેનેજમેન્ટનાં સભ્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે બોમ્બ ટીમ હોટલમાં મૂકવામાં આવશે. સીરીઝ બાદ ઘરે પરત ફરશે ત્યારે તેમના વિમાનમાં બોમ્બ મૂકવાની શક્યતા સાથે પણ તેમને ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ ન્યુઝીલેન્ડની ટીમ સોમવારે પોલીસ અને આતંકવાદ વિરોધી એજન્સીઓ સાથે આ મામલાની તપાસ કરી રહી હતી.