Not Set/ ‘શિવસેનાનાં રાહુલ ગાંધી’ વાળા ન્યૂઝ એન્કર, અંજના ઓમ કશ્યપની ટિપ્પણીથી મચી બબાલ… જાણો સમગ્ર હકીકત

ન્યૂઝ ચેનલની પત્રકાર અંજના ઓહમ કશ્યપ દ્વારા ખાનગીમાં શિવસેના યુવા પાંખના પ્રમુખ  આદિત્ય ઠાકરે અંગે કરાયેલી ટિપ્પણી ટેકનિકલ ખામીને કારણે લાઈવ થઈ જતાં. ભારે હોબાળો મચી ગયો છે. અંજનાને એમ હતું કે માઈક્રોફોન ઓફ છે. પરંતુ બાય મિસટેક માઈક્રોફોન ચાલુ રહી જતાં ખાનગીમાં કરેલી અંજનાની ટિપ્પણી જાહેર થઈ ગઇ છે. ઓફ સ્ક્રીન અંજનાએ આદિત્ય ઠાકરે […]

Top Stories India
ajnana 'શિવસેનાનાં રાહુલ ગાંધી' વાળા ન્યૂઝ એન્કર, અંજના ઓમ કશ્યપની ટિપ્પણીથી મચી બબાલ... જાણો સમગ્ર હકીકત

ન્યૂઝ ચેનલની પત્રકાર અંજના ઓહમ કશ્યપ દ્વારા ખાનગીમાં શિવસેના યુવા પાંખના પ્રમુખ  આદિત્ય ઠાકરે અંગે કરાયેલી ટિપ્પણી ટેકનિકલ ખામીને કારણે લાઈવ થઈ જતાં. ભારે હોબાળો મચી ગયો છે. અંજનાને એમ હતું કે માઈક્રોફોન ઓફ છે. પરંતુ બાય મિસટેક માઈક્રોફોન ચાલુ રહી જતાં ખાનગીમાં કરેલી અંજનાની ટિપ્પણી જાહેર થઈ ગઇ છે.

ઓફ સ્ક્રીન અંજનાએ આદિત્ય ઠાકરે અંગે કહ્યું હતું કે, આદિત્ય ઠાકરે શિવસેનાનો રાહુલ ગાંધી સાબિત થશે. લખી રાખજો… પરંતુ તે અંજના ને સહેજ પણ ખયાલ નો હતો કે માઈક્રોફોન ઓન છે. અને તેની આ વાત લાઈવ ટીવી પર તમામ દર્શકો એ સાંભળી હતી.

પોતાની આ ટિપ્પણી અંગે અંજના એ દુખ વ્યકત કર્યું છે,  અને કહ્યું છે કે તેની આ ટિપ્પણી ને આજતક ચેનલ કે નેટવર્ક સાથે કોઈ જ લેવા દેવા નથી.

અંજનાની આ ટીપણી ની ક્લિપિંગ્સ સોસિયલ મીડિયા માં વાયરલ કરીને લોકો તેનો આનંદ ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસમાંથી શિવસેનામાં જોડાયેલા પ્રિયંકા ચાતુર્વેદી એ નામ લીધા વિના ટ્વીટર પર કહ્યું કે, કોણ શું સાબિત થશે, તે તો આવનાર સમય જ નક્કી કરશે. પરંતુ ઘણાં લોકો બહુ પહેલા થી જ  ભાડે કા ટટ્ટુ સાબિત  થઈ રહ્યા છે, પત્રકારત્વ પર ધ્યાન આપે તો સારું, ભવિષ્યવાણી તો પોપટ પણ રોડ પર પૈસા લઈને કરે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.