Not Set/ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપાશે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાહુલને પ્રેસીડન્ટ બનાવવાનો ઠરાવ કર્યો

અમદાવાદ, કોંગ્રેસે તેમના વાઇસ પ્રેસીડન્ટ રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવાની તૈયારી કરવાની શરૂ કરી છે.અગાઉ પક્ષના પ્રેસીડન્ટ સોનિયા ગાંધીએ સંકેત આપ્યા પછી હવે રાજ્યોએ પણ રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે સહમતિ આપવાની શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશે એક ઠરાવ પસાર કરીને રાહુલ ગાંધીને પાર્ટીના પ્રેસીડન્ટ બનાવવવાની ભલામણ કરી છે. આજે એટલે કે 16 […]

Top Stories
rahul gandhi રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપાશે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાહુલને પ્રેસીડન્ટ બનાવવાનો ઠરાવ કર્યો

અમદાવાદ,

કોંગ્રેસે તેમના વાઇસ પ્રેસીડન્ટ રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવાની તૈયારી કરવાની શરૂ કરી છે.અગાઉ પક્ષના પ્રેસીડન્ટ સોનિયા ગાંધીએ સંકેત આપ્યા પછી હવે રાજ્યોએ પણ રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે સહમતિ આપવાની શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશે એક ઠરાવ પસાર કરીને રાહુલ ગાંધીને પાર્ટીના પ્રેસીડન્ટ બનાવવવાની ભલામણ કરી છે.

આજે એટલે કે 16 ઓક્ટોબરે પ્રદેશ કોંગ્રેસની મળેલી મીટીંગમાં રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ બનાવવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.પક્ષના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ પ્રસ્તાવની ભલામણ કરી હતી જેને સીએલપી નેતા મોહનસિંહ રાઠવાએ ટેકો આપ્યો હતો.

આ અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસે પણ રાહુલ ગાંધીને પાર્ટીના પ્રેસીડન્ટ બનાવવા અંગેનો ઠરાવ પસાર કર્યો હતો.

તાજેતરમાં રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવા અંગે પ્રેસીડન્ટ સોનિયા ગાંધીએ પણ સંકેતો આપ્યા હતા.પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઓટોબાયોગ્રાફીના વિમોચન પ્રસંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ઘણાં સમયથી તમારા મનમાં જે સવાલો ઉભા થઇ રહ્યાં છે,તેનો જવાબ ઝડપથી મળી જશે.મીન્સ,નજીકના ભવિષ્યમાં રાહુલ પાર્ટી પ્રેસીડન્ટ બની જશે.

રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ બને તે અંગે કોંગ્રેસના ઘણાં સીનીયર નેતાઓએ પણ જાહેરમાં ભલામણો કરી હતી.