RTO/ વાહન માલિકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે ટ્રાફિક દંડનો નિયમ બદલ્યો

રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ

Top Stories Gujarat
japan 9 વાહન માલિકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે ટ્રાફિક દંડનો નિયમ બદલ્યો

રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલાશે.આ ઉપરાંત અત્યાર સુધી એવું જોવામાં આવ્યું હતું કે ગાડીની માલિકી જેની હોય તેના માટે કાયદો વધારે કડક હતો.

આ પણ વાંચો :New Parliament Building / જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત…

આ કાયદાના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવતો હતો ત્યારે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ, 1988માં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં સુધારા કરવા માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેમા લોકોને બિન જરૂરી પરેશાની ન થાય તેને ધ્યાને લેવામાં આવ્યું છે. નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુનાઓમાં સ્થળ, દંડ ફીના સરળ દરો અમલી બનાવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…