Not Set/ તાજમહેલ અંગે ઉભા થયેલા વિવાદ બાદ CM યોગી જશે આગ્રાની મુલાકાતે

વિશ્વની સાત અજાયબીઓ માંથી એક તાજમહેલ અંગે ભાજપના ધારાસભ્યએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના mla ના નિવેદન બાદ વિપક્ષ દ્રારા પણ આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ વચ્ચે તાજમહેલ અંગે ઉભા થયેલા વિવાદ બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગમી 26 ઓક્ટોબરે આગ્રાની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત […]

Top Stories
Taj Mahalyogii તાજમહેલ અંગે ઉભા થયેલા વિવાદ બાદ CM યોગી જશે આગ્રાની મુલાકાતે

વિશ્વની સાત અજાયબીઓ માંથી એક તાજમહેલ અંગે ભાજપના ધારાસભ્યએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના mla ના નિવેદન બાદ વિપક્ષ દ્રારા પણ આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

આ વચ્ચે તાજમહેલ અંગે ઉભા થયેલા વિવાદ બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગમી 26 ઓક્ટોબરે આગ્રાની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન cm યોગી તાજ મહેલની મુલાકાત લેશે તેમજ આગ્રામાં પ્રવાસન વિભાગના કાર્યક્રમમાં ભાગ લેશે અને શહેરના ઘણા સ્મારકો જોવા મળશે.

સંગીત સોમના નિવેદન બાદ મુખ્યમંત્રી આદિત્યનાથે જવાબ આપતા ,કહ્યું, ” કોણ શું કહે છે તે મહત્વનું નથી પણ સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીયોના લોહી અને તકલીફોમાંથી બનાવેલા દરેક સ્મારકનું સંરક્ષણ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર રિવર ફ્રન્ટનું પણ વિકાસ કરશે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં સરઘના સીટથી ભાજપના ધારાસભ્યએ તાજમહેલ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તાજમહેલ ગદ્દારોએ બનાવ્યો છે, તેને ઈતિહાસમાં સ્થાન ન મળવું જોઈએ.