Not Set/ સચિન વાઝે 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં, ગાળિયો મજબૂત બનતા કહ્યું-મને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે

સસ્પેન્ડ થઇ ગયેલા એપીઆઇ વાઝેએ એનઆઇએ કોર્ટમાં કહ્યું કે માત્ર દોઢ દિવસ સુધી એન્ટિલિયા કેસના તપાસ અધિકારી હતા અને તેની બરોબર તપાસ કરી.

Top Stories India
sachinvaze 2 સચિન વાઝે 3 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં, ગાળિયો મજબૂત બનતા કહ્યું-મને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટર કાર અને તેના માલિક મનસુખ હિરેનની હત્યા કેસમાં જેની ધરપકડ કરવામાં આવેલી છે તે પોલીસ અધિકારી સચિન વાઝેએ કહ્યું કે તેમને બલિનો બકરો બનાવાઇ રહ્યા છે. સસ્પેન્ડ થઇ ગયેલા એપીઆઇ વાઝેએ એનઆઇએ કોર્ટમાં કહ્યું કે માત્ર દોઢ દિવસ સુધી એન્ટિલિયા કેસના તપાસ અધિકારી હતા અને તેની બરોબર તપાસ કરી. તેમણે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઇ પોલીસની ટીમે પણ કેસની તપાસ કરી. કોર્ટે વાઝેને 3 એપ્રિલ સુધી એનઆઇએની કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ તરફ, થાણેની સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર એટીએસને મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ એનઆઇએને સોંપવાના નિર્દેશ કર્યા છે. થાણેના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ પીપી ઇંગલેએ એટીએસને આ નિર્દેશ આપતા કહ્યું કે આ કેસ સાથે સંબંધિત બધા ડોક્યુમેન્ટ્સ તેમજ પુરાવા એનઆઇએને સોંપવામાં આવે. બીજી બાજુ એનઆઇએએ એન્ટિલિયા કેસમાં અરેસ્ટ સચિન વાઝે પર UAPA (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) લગાવી દીધો છે.

મેજિસ્ટ્રેટ પીપી ઇઁગલેએ પોતાના આદેશમાં કહ્યું કે આ કેસમાં એટીએસના અધિકારી કોઇપણ તપાસ આગળ ન વધારે, તેમજ સંબંધિત દસ્તાવેજ અને રેકોર્ડ્સ તાત્કાલિક એનઆઇએના અધિકારીઓને ઉપલબ્ધ કરાવાય. એનઆઇએ તરફથી એડિશનલ સોલીસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએને મનસુખ હિરેનની તપાસ કરવાના નિર્દેશ આપ્યા જ્યારે એટીએસના વકીલ સુપારએ કહ્યું કે રાજ્ય સરકાર તરફથી એટીએસને આ કેસ એનઆઇએને હસ્તાંતરિત કરવાના કોઇ નિર્દેશ નથી મળ્યા.  જો કે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જજે કહ્યું કે 20 માર્ચે કેન્દ્ર સરકાર દ્ધારા આપવામાં આવેલા નિર્દેશ બાદ એનઆઇએ એક્ટની કલમ 8 અનુસાર આ કેસની તપાસ તાત્કાલિક તેને સોંપવામાં આવે.