Not Set/ નીતીશ કુમારની ચૂંટણી પંચને સલાહ, ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર-નવેમ્બરમાં થવુ જોઇએ મતદાન

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાનાં રાજભવન સ્થિત બૂથમાં મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા. કહ્યુ કે, સાત ચરણોમાં ચૂંટણી પ્રક્રિયા જે ઘણી લાંબો સમય કહી શકાય. સાથે તેમણે કહ્યુ કે, હાલમાં ગરમીઓ ચાલી રહી છે, આટલી ગરમીમાં મતદાન ન થવુ જોઇએ. તેમણે […]

Top Stories India
NitishKumar નીતીશ કુમારની ચૂંટણી પંચને સલાહ, ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર-નવેમ્બરમાં થવુ જોઇએ મતદાન

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાનાં રાજભવન સ્થિત બૂથમાં મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા. કહ્યુ કે, સાત ચરણોમાં ચૂંટણી પ્રક્રિયા જે ઘણી લાંબો સમય કહી શકાય. સાથે તેમણે કહ્યુ કે, હાલમાં ગરમીઓ ચાલી રહી છે, આટલી ગરમીમાં મતદાન ન થવુ જોઇએ. તેમણે ચૂંટણી પંચને સલાહ આપતા કહ્યુ કે, ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર-નવેમ્બરમાં મતદાન કરાવવું જોઇએ.

તાજેતરમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયાને લઇને નીતીશ કુમારએ જણાવ્યુ કે, ચૂંટણીને લઇને એક ઓલ પાર્ટી મીટીંગ થવી જોઇએ. જેના પર એક સંમત્તિ બનવી જોઇએ. તે સાથે તેમણે ફેબ્રુઆરી-માર્ચ અથવા ઓક્ટોબર-નવેમ્બરમાં મતદાન કરાવવા પર ભાર આપ્યુ. આ વખતની મતદાન પ્રક્રિયા ઘણી લાંબી ચાલી રહી છે જેને લઇને પણ તેમણે પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યુ કે, બે થી ત્રણ ચરણમાં મતદાન થવુ જોઇએ.

નીતીશ કુમારે વધુમાં કહ્યુ કે, આપણા દેશની ભૌગોલિક સીમાઓ અલગ-અલગ છે, ત્યારે એક જ વખતમાં મતદાન કરાવવું સંભવ નથી, પરંતુ બે થી ત્રણ ચરણમાં ચૂંટણી કરાવી શકાય છે. ચૂંટણી પ્રક્રિયા આટલી લાંબી રાખવાથી નેતા, મતદાતાઓ, પાર્ટીઓ અને મીડિયાને પણ ઘણી તકલીફો પડે છે. તેમણે આ સમગ્ર વાત હાલમાં પડી રહેલી ગરમીને લઇને કહી હતી.