supreme court cji/ ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, CJI ડીવાય ચંદ્રચૂડે કેમ આપ્યું આવું નિવેદન

સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડે મહત્વનું નિવેદન આપ્યું. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં.

Top Stories India
Beginners guide to 2024 05 31T110652.691 ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, CJI ડીવાય ચંદ્રચૂડે કેમ આપ્યું આવું નિવેદન

સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડે મહત્વનું નિવેદન આપ્યું. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુનાવણી ચાલી રહી હતી. આ કેસની સુનાવણીમાં પ્રમોશન મેળવવું સરકારી કર્મચારીઓનો અધિકાર છે અને તે તેમને મળવું જોઈએ તેમ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી.

દેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને મોટી વાત કહી છે. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓને પ્રમોશન આપવાના માપદંડનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. કોર્ટે કહ્યું કે સરકાર અને કાર્યપાલિકા પ્રમોશન માટેના માપદંડો નક્કી કરવા માટે સ્વતંત્ર છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને પોતાનો અધિકાર માની શકે નહીં, કારણ કે બંધારણમાં તેના માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે રોજગારની પ્રકૃતિ અને ઉમેદવારની અપેક્ષિત કામગીરીના આધારે પ્રમોશનલ પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓ ભરવાની પદ્ધતિ વિધાનસભા અથવા કારોબારી નક્કી કરી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રમોશન માટે અપનાવવામાં આવેલી નીતિ ‘શ્રેષ્ઠ ઉમેદવારો’ની પસંદગી માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે ન્યાયતંત્ર સમીક્ષા કરી શકે નહીં. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશોની પસંદગી પર ચાલી રહેલા વિવાદો પર પોતાનો ચુકાદો આપતાં બેન્ચે આ વાત કહી છે.

જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો લખતા કહ્યું, “હંમેશા એવી ધારણા છે કે લાંબા સમય સુધી સેવા આપતા કર્મચારીઓએ સંસ્થા પ્રત્યે વફાદારી દર્શાવી છે અને તેથી તેઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સંસ્થા તરફથી સમાન વ્યવહાર મેળવવા માટે હકદાર છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટે સતત ચુકાદો આપ્યો છે કે જ્યાં મેરિટ અને સિનિયોરિટીના સિદ્ધાંત પર પ્રમોશનનો નિર્ણય કરવામાં આવે છે ત્યાં મેરિટ પર વધુ ભાર મૂકવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?