National/ ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં : કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયા

કેંન્દ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર ખાતરની કિમતમાં વધારાનો બોજો નહીં પડે

Top Stories India
corona 205 ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં : કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયા

ખાતરના ભાવ વધારા અંગે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે ખાતર ના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહી. કેંન્દ્ર સરકારે સબસિડીની રકમ વધારી દીધી છે એટલે ખેડૂતો પર વધારાનો બોજો નહીં પડે.

મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ખાતરની કિંમત ઘણી વધી છે અને કેટલાક ખાતર આપણે બહારથી ઇમ્પોર્ટ પણ કરવા પડે છે. પરંતુ દેશના ખેડૂતોના હિતમાં ખેડૂતોને વધેલા ખાતરના ભાવનો બોજ ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાતરમાં મળતી સબસીડીમાં વધારો કર્યો છે. જેમા યુરિયામાં પ્રતિ બેગ જે 1250 સબસીડી હતી. તેમાં વધારો કરી 2 હજાર કરવામાં DAP માં સબસીડી વધારી 1650 કરવામાં આવી. NPK માં સબસીડી 900 રૂપિયા હતી જે વધારી 1050 રૂપિયા કરવામાં આવી છે.  SSPમાં 135 થી વધારીને 375 સબસીડી કરવામાં આવી છે. આમ ખેડૂતોને કોઇ વધારાનો બોજ ખાતરની કિમતમાં નહી પડે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે NPK માં કેટલીક પ્રાઇવેટ કંપીનએ 1700 રૂપિયા ભાવ કર્યા હતા સરકારે કંપની સાથે ચર્ચા કરી અને ખાતરની કિંમતમાં ઘટાડો કરવા સૂચન કર્યુ છે. આમ ખાતરના ભાવમાં હાલ કોઇ ભાવ વધારો નથી થયો જેથી ખેડૂતોને ખાતરની પ્રતી બેગમાં થયેલા ભાવ વઘારાથી રાહત મળશે.

પાકિસ્તાન / બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ

અનોખા લગ્ન / કેરળમાં વર અને કન્યા તપેલામાં બેસી લગ્ન સ્થળ પર પહોંચ્યા

વૈભવી લગ્ન / અબજોપતિ બિલ ગેટ્સની પુત્રીએ ઇજિપ્તના નાસર સાથે કર્યા લગ્ન, આટલા પૈસા ખર્ચ્યા, જુઓ ફોટો