ગજબ/ 1-2 નહીં, આ ગામમાં 500થી વધુ જોડિયા બાળકોનો જન્મ, ડોક્ટર પણ નથી જાણી શક્યા કારણ

આ ગામમાં લગભગ 2000 પરિવારો રહે છે, જેમાંથી 550 થી વધુ લોકો જોડિયા છે. આટલું જ નહીં કેટલાક પરિવાર એવા છે જ્યાં બેથી ત્રણ વખત જોડિયા બાળકોનો જન્મ થયો છે.

Ajab Gajab News Trending
જોડિયા બાળકોનો

દુનિયામાં દરરોજ કેટલા બાળકો જન્મે છે. જેમાંથી કેટલાકને જોડિયા બાળકો પણ છે. એક રિપોર્ટ અનુસાર, દર 1000માંથી 6 જોડિયા જન્મે છે. પરંતુ આજે અમે તમને ભારતના એક એવા ગામની સ્ટોરી  જણાવીએ છીએ જેને God’s Own Twin Village કહેવામાં આવે છે, એટલે કે ભગવાન દ્વારા બનાવેલું ગામ જ્યાં ફક્ત જોડિયા બાળકો જ જન્મે છે. હકીકતમાં, આ ગામમાં લગભગ 2000 પરિવારો રહે છે, જેમાંથી 550 થી વધુ લોકો જોડિયા છે. આટલું જ નહીં કેટલાક પરિવાર એવા છે જ્યાં બેથી ત્રણ વખત જોડિયા બાળકોનો જન્મ થયો છે. તો ચાલો અમે આપને જણાવીએ કે ભારતમાં આ ગામ ક્યાં આવેલું છે અને જ્યાં આટલા બધા જોડિયા બાળકોનો જન્મ થઈ રહ્યો છે.

કેરળના મલપ્પુરમ જિલ્લાનું કોડિન્હી ગામ ભારતનું એકમાત્ર એવું ગામ છે જેણે જોડિયા બાળકોના જન્મની નોંધ કરી છે. એક રિપોર્ટ અનુસાર, કેરળના આ ગામમાં 1000 બાળકો દીઠ 42 જોડિયા જન્મે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં સરેરાશ 1000 માં માત્ર 6 છે. જો આપણે સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2008ના આંકડા મુજબ અહીં 280 જોડિયા હતા અને હવે આ આંકડો વધીને 550થી વધુ થઈ ગયો છે. કહેવાય છે કે અહીંની એક સ્કૂલમાં 80 જોડિયા ભણે છે.

ભારતના આ ગામમાં દુનિયાની સરખામણીએ 7 ગણા વધુ જોડિયા બાળકોના જન્મ પર ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. ભારત, જર્મની અને બ્રિટનના સંશોધકોની ટીમે લોકોના સ્પુટમ, તેમની ત્વચા, તેમની ઊંચાઈના નમૂનાઓ પર ઘણા સંશોધન કર્યા છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કંઈ બહાર આવ્યું નથી. એટલું જ નહીં, આશ્ચર્યની વાત એ છે કે માણસો સિવાય પ્રાણીઓ પણ જોડિયા બાળકોને જન્મ આપે છે.

શું માને છે લોકો

ગ્રામજનોનું કહેવું છે કે જોડિયા બાળકોના કેસ 70 વર્ષ પહેલા શરૂ થયા હતા. આ ગામમાં સૌથી મોટા જોડિયા 66 વર્ષીય અબ્દુલ હમીદ અને તેની જોડિયા બહેન કુન્હી કાડિયા છે. કહેવાય છે કે ત્યારથી ગામમાં જોડિયા બાળકોને જન્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ. કેટલાક વૈજ્ઞાનિકોએ એવી પણ દલીલ કરી હતી કે આ ગામની હવા, પાણી અને ખોરાકમાં કંઈક એવું છે જેના કારણે અહીં જોડિયા જન્મે છે. પરંતુ બાદમાં આ દલીલ પણ ફગાવી દેવામાં આવી હતી. આજે પણ અહીં જોડિયા બાળકોનો જન્મ એક રહસ્ય છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતનો આજે છેલ્લો કાર્યકારી દિવસ, છ મહત્વના મામલામાં ચુકાદો સંભળાવશે

આ પણ વાંચો:રાજસ્થાન ભાજપની મહિલા વિધાનસભ્યનો શોલે જેવો ડ્રામાઃ ટાંકી પર ચઢી

આ પણ વાંચો: ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો