Not Set/ દેશમાં અળખામણી બની, પણ UAE-દુબઇની કોર્ટમાં હવેથી “હિન્દી” ભાષામાં કામકાજ થશે !!

એક તરફ દેશમાં જ હિન્દી ભાષાને લઇને કેન્દ્ર સરકારે યુ-ટર્ન મારવા પડે છે ત્યારે વિશ્વમાં કટ્ટર મુસ્લીમ દેશ મનાતા અરબ રાષ્ટ્રમાં એવા અબુધાબીમાં એક ઐતિહાસિક ઘટના બની છે. અબુધાબીની કોર્ટમાં હવેથી હિન્દી ભાષામાં કામકાજ થશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અબુધાબીએ હિન્દી ભાષાને પોતાની અદાલતોમાં ત્રીજી અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો છે. અરબી અને અંગ્રેજીની […]

Top Stories World
adu dhabi દેશમાં અળખામણી બની, પણ UAE-દુબઇની કોર્ટમાં હવેથી "હિન્દી" ભાષામાં કામકાજ થશે !!

એક તરફ દેશમાં જ હિન્દી ભાષાને લઇને કેન્દ્ર સરકારે યુ-ટર્ન મારવા પડે છે ત્યારે વિશ્વમાં કટ્ટર મુસ્લીમ દેશ મનાતા અરબ રાષ્ટ્રમાં એવા અબુધાબીમાં એક ઐતિહાસિક ઘટના બની છે. અબુધાબીની કોર્ટમાં હવેથી હિન્દી ભાષામાં કામકાજ થશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અબુધાબીએ હિન્દી ભાષાને પોતાની અદાલતોમાં ત્રીજી અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો છે. અરબી અને અંગ્રેજીની સાથે હિન્દી ભાષાને સ્થાન આપીને છેવાડાના માણસને ન્યાય મળે તે હેતૂથી અબુધાબીએ આ ઐતિહાસિક પગલું ભર્યુ છે.

abu dhabi2 દેશમાં અળખામણી બની, પણ UAE-દુબઇની કોર્ટમાં હવેથી "હિન્દી" ભાષામાં કામકાજ થશે !!

શનિવારે અબુધાબીનાં ન્યાય વિભાગે આ જાહેરાત કરતા જણાંવ્યું હતું કે, અમે કોર્ટનાં જાહેર કામકાજમાં અરબી અને અંગ્રેજી સાથે હિન્દી ભાષાને સામેલ કરીને અદાલત સમક્ષ નિવેદન આપવા વાળા ન્યાયપ્રિય લોકોને એક વધારે સગવડતા પ્રદાન કરી છે. આ નિર્ણય પાછળનો હેતૂ હિન્દી ભાષી લોકોને તેમનાં અધિકારો અને કેસની પ્રક્રિયા વિશે અવગત કરાવવાનો છે.

abu dhabi1 દેશમાં અળખામણી બની, પણ UAE-દુબઇની કોર્ટમાં હવેથી "હિન્દી" ભાષામાં કામકાજ થશે !!

આપને જણાવી દઇએ કે સત્તાવાર આંકડા પ્રમાણે સંયુક્ત અરબ અમીરાતની જનસંખ્યાનાં બે-તૃતિયાંશ લોકો વિદેશી પ્રવાસીઓ છે. યુએઈમાં 26 લાખ ભારતીય લોકો રહે છે. જે દેશની કુલ વસ્તીનાં 30 ટકા છે. જે અબુ ધાબીમાં સૌથી મોટો વસવાટ કરતો પ્રવાસી સમુદાય છે. અબુધાબી જ્યુડિશ્યલ ડિપાર્ટમેન્ટનાં અપર સચિવ યુસુફ સઈદ અલ અબ્રી એ કહ્યું કે ચાર્જ શીટ, ફરિયાદ(FIR) તેમજ અન્ય કામગિરી માટે ભાષા લાગુ કરવાનો હેતૂ 2021ની સાપેક્ષમાં ન્યાયપ્રક્રિયાને બળ આપવાનો છે. આ સાથે જ કોર્ટમાં પડતર કેસોમાં પારદર્શકતા સાથે ત્વરીત નિકાલ આવે તે મુખ્ય લક્ષ્ય છે.