Not Set/ ભારત નહીં દુનિયાનાં આ દેશમાં પણ સાયબર સિક્યુરિટીને લઈને નિયમો બન્યા એકદમ કડક,

  આજકાલ દુનિયાભરનાં દેશોને સાયબર એટેકની બીક રહે છે અને ઘણીવાર આ અટૅકને કારણે ઘણું મોટું નુકશાન થતું હોય છે. ઑસ્ટ્રેલિયાની સરકારે સાયબર અટેક અટકાવવા અને સિક્યુરિટીને વધુ મજબુત બનાવાનાં ઉદેશ્ય સાથે પોતાના સાયબર કાનુનને વધુ સક્ષમ બનાવ્યા છે અને જે કંપની આ નિયમને પાળવામાં સરકારની મદદ નહીં કરે તો એમને 51 કરોડ રૂપિયા જેટલો […]

Top Stories India World Tech & Auto
C2 1 ભારત નહીં દુનિયાનાં આ દેશમાં પણ સાયબર સિક્યુરિટીને લઈને નિયમો બન્યા એકદમ કડક,

 

આજકાલ દુનિયાભરનાં દેશોને સાયબર એટેકની બીક રહે છે અને ઘણીવાર આ અટૅકને કારણે ઘણું મોટું નુકશાન થતું હોય છે. ઑસ્ટ્રેલિયાની સરકારે સાયબર અટેક અટકાવવા અને સિક્યુરિટીને વધુ મજબુત બનાવાનાં ઉદેશ્ય સાથે પોતાના સાયબર કાનુનને વધુ સક્ષમ બનાવ્યા છે અને જે કંપની આ નિયમને પાળવામાં સરકારની મદદ નહીં કરે તો એમને 51 કરોડ રૂપિયા જેટલો દંડ ભરવો પડશે.

સરકાર પોતાનાં કમ્યુનિકેશનનાં નિયમોને અપડેટ કરી રહી છે. જેનાં અંતર્ગત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદાતાઓને સહકાર આપવા કહ્યું હતું. સરકારે કહ્યું કે ક્રિમિનલ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને પોતાની પ્રવૃત્તિઓને અંજામ આપતાં રહેતા હોય છે. જેમાં તેઓ પોતાની એક્ટીવીટીને છુપાવવા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે.

સાયબર સિક્યુરીટી મિનિસ્ટરે જણાવ્યું હતું કે,

અમે અમારા નિયમોને એટલા મજબુત બનાવીએ છીએ કે જેથી જે લોકો અમને નુકશાન પહોંચાડવા માંગે છે એનાં બદલે અમે તેને સિક્યોર કરી શકીએ. જે કોઈ કંપની આ નિયમો પાળવા માટે સહકાર નહી આપે અને સરકારની વિનંતિને સ્વીકારશે નહી તો એમનાં પર 10 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો પેનલ્ટી ચાર્જ કરવામાં આવશે. જયારે વ્યક્તિગત રીતે આ પેનલ્ટીની રકમ 50,000 ઓસ્ટ્રેલીયન ડોલર સુધીની છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે કંપનીઓને એ જ કામ કરવાનું કહીએ છીએ જે કામ એ લોકો કરી રહ્યા છે. કંપનીઓને જે આ સર્વિસ આપે છે એમને વિનંતી કરાઈ છે કે તેઓ ઇલેક્ટ્રોનિક પ્રોટેક્શન, ગવર્ન્મેન્ટ એજન્સીનાં કાઉન્સેલિંગ કોવર્ટ ઓપરેશનને હટાવી દે. આ નિયમ દરેક કંપની જે ઓસ્ટ્રેલીયામાં છે એમને પાળવા માટે કહેવામાં આવ્યું છે. એમાં ડોમેસ્ટિક ટેલીકોમ બિઝનેસ અને જે કમ્યુનિકેશન સર્વિસ આપે છે ફોરેન કંપનીઓને પણ સમાવેશ થઇ જાય છે. આ હેઠળ ફેસબુક, વ્હોટ્સ એપ અને ચેટ ફેસીલીટી ધરાવતાં ગેમિંગ પ્લેટફોર્મને સમાવી લેવામાં આવશે.

ડિજિટલ ઇન્ડસ્ટ્રી ગ્રુપ જે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવી કંપનીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રતિનિધિત્વ કરે છે એમણે જણાવ્યું કે તેઓ પોલીસને સહકાર આપી રહ્યા છે અને એમણે માહિતીની આપલે કરવાનું પણ નિયમો અનુસાર શરૂ કરી દીધું છે.