Viral Video/ OMG!  હોઠને લાલ બનાવવા માટે લિપસ્ટિકને બદલે હવે મરચાનો ઉપયોગ!

સુંદર દેખાવા માટે લોકો કઈ નું કઈ કરતા રહે છે, પરંતુ ક્યારેક તેઓ કંઈક અજીબ જ કરી નાખે છે જેનાથી તેમની સુંદરતા નષ્ટ થઈ જાય છે.

Videos
Red Chilli Beauty Hack

આજકાલ ઈન્ટરનેટ પર ઘણી બ્યુટી અને ફેશન હેક્સ વાયરલ થઈ રહી છે, જેને અજમાવવાથી લોકો પીછેહઠ કરતા નથી. પરંતુ જો તમે આ બ્યુટી હેક અજમાવવા માંગતા હોવ તો સાવધાન થઈ જાવ, કારણ કે આ વાયરલ બ્યુટી હેકમાં આ મહિલા પોતાના હોઠને નેચરલી રેડ બનાવવા માટે કોઈપણ લિપસ્ટિક કે લિપ ગ્લોસને બદલે લાલ મરચું વાપરી રહી છે. હા, તમે સાચું જ વાંચ્યું, હોઠને લાલ કરવા માટે લાલ મરચાનો ઉપયોગ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવો અમે તમને આ અજીબોગરીબ ફેશન હેક પણ બતાવીએ…

ઇન્સ્ટાગ્રામ પર cool.makeups નામના પેજ પર બ્યુટી હેકનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં તમે જોશો કે એક મહિલા બે લાલ મરચાં લઈને જતી જોવા મળી રહી છે અને તે આ લાલ મરચાંને તેના હોઠ પર રગડે છે, તેનાથી તેને બળતરા પણ થાય છે અને થોડીવાર સુધી તેને હોઠ પર રાખ્યા બાદ તે તેને ટિશ્યુ પેપરથી સાફ કરે છે તેનાથી તેના હોઠ ખૂબ જ લાલ થઈ જાય છે. આ પછી, તે લિપ લાઇનર અને ગ્લોસ લગાવીને પોતાનો લુક પૂર્ણ કરે છે અને કહે છે કે આ રીતે તમે પણ તમારા હોઠને લાલ બનાવી શકો છો.

યુઝર્સે કહ્યું કે પાગલપંતિની પણ એક મર્યાદા છે

લાલ મરચાંથી હોઠ લાલ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો તેને પસંદ કરી ચૂક્યા છે. કેટલાક તેને પાગલપન કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે તમે તમારી જાતને ખતમ કરી રહ્યા છો. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે આના કરતા ગરમ તવી ને જ કિસ કરી લીધી હોત તો સારું હોત તેનાથી હોઠ વધુ લાલ થઈ ગયા હોત. એકે લખ્યું- સુંદર દેખાવા માટે આવા લોકોને શું કરવું પડે છે. તમને જણાવી દઈએ કે કુદરતી લાલ હોઠ મેળવવા માટે આજકાલ ઘણા ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યા છે, કેટલાક લોકો લાલ મરચાનો ઉપયોગ કરી રહ્યા છે તો કેટલાક પોતાના હોઠને લાલ બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરી રહ્યા છે. એક પોતાની જાતને થપ્પડ મારીને ગાલને લાલ કર્યા હતા, જેથી તે નેચરલ બ્લશ જેવા દેખાય.

આ પણ વાંચો:Island Of Ghost/ વિશ્વનો સૌથી ભૂતિયા ટાપુ! લાખો લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, ઈતિહાસ જાણી ચોંકી જશો

આ પણ વાંચો: ગજબ/ એક એવું ગામ જ્યાં હિન્દુઓ અને મુસ્લિમો બધા જ સંસ્કૃત ભાષા બોલે છે

આ પણ વાંચો:sweden/સ્વીડનની અનોખી બેંક લૂંટ, 6 દિવસ સુધી લાઈવ ટેલિકાસ્ટ, 7માં દિવસે બેંક લૂંટારૂને થયો સુંદર બેંકર સાથે પ્રેમ,જાણો કહાણી

આ પણ વાંચો:Most Mysterious Lake/ આ છે દુનિયાનું સૌથી રહસ્યમય તળાવ, દરરોજ રાત્રે બદલાઈ જાય છે રંગ