અમદાવાદમાં ઓમિક્રોનના 5 કેસ નોંધાયા
3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ ઓમિક્રોન સંક્રમિત
વિદેશથી આવેલ 3 મહિલા અને 1 પુરુષ સંક્રમિત
અત્યાર સુધી અમદાવાદમાં કુલ 7 કેસ નોંધાયા
તમામને દર્દીને SVPમાં સારવાર માટે ખસેડાયા
તમામને દર્દીને SVPમાં સારવાર માટે ખસેડાયાભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં માં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જેમાં વિદેશથી આવેલી 3મહિલા તેમજ એક બાળકી અને એક પુરુષઓમિક્રોન સંક્રમિત થતાં તમામને VPમાં સારવાર માટે ખસેડાયા છે
આ પણ વાંચો :જમાઈએ રૂપિયા નહીં આપતા માતા-પિતાએ દીકરી સાથે કર્યું એવું કે…
આ પહેલા પણ વડોદરામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.