Not Set/ વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા બે પોઝીટીવ કેસ

વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરીયએન્ટની એન્ટ્રી થઈ છે.  ઝાંબીઆ ઈસ્ટ આફ્રિકાથી આવેલ દંપતીનો કોરોના ઓમીક્રોન  સંક્રમિત છે. 

Top Stories Gujarat Vadodara
ઓમિક્રોનની એન્ટ્રી
  • વડોદરા શહેરમાં ઓમિક્રોનની એન્ટ્રી
  • બે કેસ ઓમિક્રોન પોઝીટીવ નોંધાયા
  • શહેર સહિત રાજ્યનાભરમાં વધી રહ્યા છે કેસ
  • કોરોના મુદ્દે હજુ પણ લોકો છે બેદરકાર

ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વડોદરામાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે.  વડોદરામાં કોરોનાના ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે.  ઝાંબીઆ ઈસ્ટ આફ્રિકાથી આવેલ દંપતીનો કોરોના ઓમીક્રોન  સંક્રમિત છે.

આ પણ વાંચો :જમાઈએ રૂપિયા નહીં આપતા માતા-પિતાએ દીકરી સાથે કર્યું એવું કે…

વડોદરા તંત્ર પણ એકદમ સજ્જ થઇ ગયું છે.નોન હાઈરિસ્ક દેશોમાંથી ઓમિક્રોન પોઝિટિવનો પ્રથમ કેસ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે. 7 ડિસેમ્બરે દંપતી ઇસ્ટ આફ્રિકાના ઝામ્બિયા વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવ્યું હતું. 12 ડિસેમ્બરે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ ઓમીક્રોન વેરીએન્ટની ઓળખ માટે પરિવારના RTPCR રિપોર્ટના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. આજે દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાતમાં કુલ 7 જેટલા કેસ આ વેરિયન્ટના નોંધાઈ ચૂક્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે રાજકોટ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 12, અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છ 7, સુરત કોર્પોરેશનમાં 5,  જામનગર કોર્પોરેશનમાં 3, નવસારી 3, વડોદરા 2,  વલસાડ 2,  ભરૂચમાં 1,  ભાવનગર કોર્પોરેશનમાં  1, જૂનાગઢ 1, મહેસાણા 1, પોરબંદર 1,  અને રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો :  ભરૂચ જિલ્લાના 175 અતિસંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બુથ પર રહેશે વધારે સિક્યોરિટી

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 581  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 576 નાગરિકો સ્ટેબલ છે. 8,17,745  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો : 413 ગ્રામપંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો જંગ, વહીવટી તંત્ર એલર્ટ

આ પણ વાંચો : રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો

આ પણ વાંચો : G.F.L.ની દુર્ઘટનાની તપાસ માનવ હત્યાની કાયદાની નજરોથી કરવામાં આવે એવી આક્રોશસભર માંગ..!!