Not Set/ રિતેશ દેશમુખનાં બર્થડે પર પત્ની જેનેલિયાએ યાદ કર્યું 17 વર્ષ પહેલાનું બર્થડે સેલિબ્રેશન

આજે બોલીવુડ એકટર રિતેશ દેશમુખનો જન્મદિવસ છે. બોલીવુડનાં બ્યુટીફૂલ કપલ લીસ્ટમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા દેશમુખ પણ શામેલ છે. Instagram will load in the frontend. પોતાનાં પતિનાં બર્થડે પર જેનેલિયાએ એક સરસ પોસ્ટ પોતાનાં અને રિતેશનાં ફોટા સાથે શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર રિતેશને બર્થડેની શુભકામના આપતાં લખ્યું હતું કે, ‘ મને હજી યાદ […]

Uncategorized
426135 genelia riteish રિતેશ દેશમુખનાં બર્થડે પર પત્ની જેનેલિયાએ યાદ કર્યું 17 વર્ષ પહેલાનું બર્થડે સેલિબ્રેશન

આજે બોલીવુડ એકટર રિતેશ દેશમુખનો જન્મદિવસ છે. બોલીવુડનાં બ્યુટીફૂલ કપલ લીસ્ટમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા દેશમુખ પણ શામેલ છે.

Instagram will load in the frontend.

પોતાનાં પતિનાં બર્થડે પર જેનેલિયાએ એક સરસ પોસ્ટ પોતાનાં અને રિતેશનાં ફોટા સાથે શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર રિતેશને બર્થડેની શુભકામના આપતાં લખ્યું હતું કે, ‘ મને હજી યાદ છે 17 વર્ષ પહેલાનું તુજે મેરી કસમનાં સેટ પરનું તારું બર્થડે સેલિબ્રેશન. સમય આગળ વધતો રહે છે અને મને ઘણી તકો મળી આટલાં વર્ષોમાં તારા ઘણાં બધાં જન્મદિવસ ઉજવવાની. તારો જન્મદિવસ મારા માટે ખુબ જ સ્પેશિયલ છે કારણકે આ દિવસે દુનિયાને એનું સૌથી સુંદર ક્રિએશન મળ્યું અને એ ક્રિએશન મારો પાર્ટનર છે જે મારી સાથે દરેક સારા નરસા સમયમાં મારી સાથે રહે છે.’

ઉપરાંત જેનેલિયાએ પતિને પોતાનો પ્રેમ જતાવતાં લખ્યું છે કે, ‘હું તને ખુબ જ પ્રેમ કરું છું અને મને જયારે તક મળશે ત્યારે હું તને જતાવતી રહીશ કે હું તને કેટલો પ્રેમ કરું છું.’

જેનેલિયા ડિસોઝા ચાર વર્ષ બાદ સ્ક્રીન પર આવી રહી છે. રિતેશ અને જેનેલિયા મરાઠી મુવી મૌલીમાં સાથે દેખાવાનાં છે. આ મુવીનું હોળીનું સોંગ રીલીઝ થયું છે જેમાં રિતેશ અને જેનેલિયા અજય અતુલનાં સોંગ પર ડાન્સ કરી રહ્યાં છે.

Instagram will load in the frontend.