Not Set/ વડોદરા ખાતે આજ રોજ બોલીવુડના શોમેન સુભાષ ઘાઈએ કાર્યક્રમની મુલાકાત લીધી હતી

વડોદરા. વડોદરા ખાતે આજ રોજ બોલીવુડના શો મેન અને જાણીતા ડાયરેક્ટર સુભાષ ઘાઈએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે પોતાના ઇન્ડિયન સિનેમાને લગતા અનુભવો અને પોતાની મલ્ટીપ્લેક્સ ચેન વિશે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “તેઓ વ્હીસલ વુડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટની સ્થપના કરી છે. જેના કારણે પ્રતિભાવાન ડાયરેક્ટર અને એક્ટર, બોલીવુડ […]

Top Stories Gujarat Vadodara
dfhsdhsdkj વડોદરા ખાતે આજ રોજ બોલીવુડના શોમેન સુભાષ ઘાઈએ કાર્યક્રમની મુલાકાત લીધી હતી

વડોદરા.

વડોદરા ખાતે આજ રોજ બોલીવુડના શો મેન અને જાણીતા ડાયરેક્ટર સુભાષ ઘાઈએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

જેમાં તેમણે પોતાના ઇન્ડિયન સિનેમાને લગતા અનુભવો અને પોતાની મલ્ટીપ્લેક્સ ચેન વિશે ચર્ચા કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “તેઓ વ્હીસલ વુડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટની સ્થપના કરી છે. જેના કારણે પ્રતિભાવાન ડાયરેક્ટર અને એક્ટર, બોલીવુડ અને ગુજરાતી સિનેમાને મળ્યા છે.” સાથોસાથ ગુજરાત સરકાર સાથે પણ ગુજરાતમાં વ્હીસલ વુડ્સની શાખા શરુ કરવા માટે જમીન ફાળવણી સહીતની મંજુરી માટે વાતચીત ચાલતી હોવાનું જણાવ્યું હતું.

 

 

મોદી સરકારની પ્રસંશા કરતા સુભાષ ઘાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,

મોદી સરકાર આર્ટ અને કલ્ચરને વધુ પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે દિગ્દર્શકોએ ભારતની ધાર્મિક અને પૌરાણિક વૈવિધ્યથી ભરપુર વિષયો પર ફિલ્મો બનાવવી જોઈએ અને ભારતીય સંસ્કૃતિ અને આજની પેઢી જાણે તેવા પ્રયાસ કરવા જોઈએ.”