Sankat Chaturthi 2024/ સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની સાધના કરી મેળવો શુભ ફળ

આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ વ્રત રાખવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આ ખાસ દિવસ પર મહિલાઓ તેમના સંતાનના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વ્રત…

Top Stories Religious Dharma & Bhakti
YouTube Thumbnail 2024 01 25T160320.155 સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની સાધના કરી મેળવો શુભ ફળ

Religion News: સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશ (Lord Ganesha)ની આરાધના તેમજ પૂજા-પાઠ કરવાનું મહત્વ છે. દર વર્ષે મહા વદ ચોથના દિવસે સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે સંકટ ચતુર્થી 29 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે. આ ખાસ દિવસ પર મહિલાઓ તેમના સંતાનના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વ્રત રાખતી હોય છે.

સંકટ ચોથને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમકે, તિલકુટ, મહા ચતુર્થી, સંકટ ચતુર્થી વગેરે. એવી માન્યતા છે કે ગણેશજીની વિધિ પૂર્વક પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે મહિલાઓ આ વ્રત કેમ રાખે છે.

When To Celebrate Ganesh Chaturthi On September 18 or September 19? Read To  Know The Exact Tithi

આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ વ્રત રાખવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આ ખાસ દિવસ પર મહિલાઓ તેમના સંતાનના દીર્ઘાયુષ્ય માટે તેમજ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વ્રત રાખતી હોય છે. પૂજા દરમિયાન વ્રત કથા વાંચવાનું પણ અનેકગણું મહત્વ છે. સંકટ ચોથ કથા વાંચવાથી વ્રત પૂર્ણ થયું ગણાય છે.

ઉપરાંત, આ દિવસે ચંદ્ર દેવને જળ અર્પણ કરવાતી સંતાનને કોઈ રોગ થતાં નથી. તેમજ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

શુભ મુહૂર્ત

દૈનિક પંચાંગ મુજબ, મહા વદ ચોથે 29 જાન્યુઆરી સવારે 6:10 થી 30 જાન્યુઆરીએ સવાર 8:54 સુધી તિથિ રહેશે. સંકટ ચોથના દિવસે ચંદ્રોદય રાત્રે 9:10 મિનિટ સુધી રહેશે.

ચંદ્ર દર્શનનું મહત્વ

ચોથની રાત્રે સોમદેવને જળ અર્પણ કર્યા બાદ વ્રતનું પારણું કરવામાં આવે છે. માન્યતા મુજબ, આવું કરવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સંતાનની ઉંમર વધે છે. સારૂ સ્વાસ્થ્ય પ્રદાન થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Supreme Court/ મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ સર્વોચ્ચ અદાલતના જજ તરીકે લીધા શપથ

આ પણ વાંચોઃ Crime/ દસ્ક્રોઈમાં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું