Rajkot Gaming Zone Fire/ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ થયો તે જ દિવસે શહેર પોલીસની ટીમે ત્રણ કરોડનો તોડ કર્યો હતો

રાજકોટ અગ્નિકાંડ થયો તે જ દિવસે શહેર પોલીસની એક ટીમે ત્રણ કરોડ રૂપિયાનો તોડ કર્યો હતો. હવે આ વાત કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ ઉઠાવી છે. તે સમયના સ્થાનિક અખબારોમાં પણ આ મુદ્દે ઉછળ્યો હતો. કોંગ્રેસે રાજકોટ ગેમિંગ ઝોનના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી તેમા આ વાત કહી છે. તેમણે બધા વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 76 2 રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ થયો તે જ દિવસે શહેર પોલીસની ટીમે ત્રણ કરોડનો તોડ કર્યો હતો

Rajkot News:  રાજકોટ અગ્નિકાંડ થયો તે જ દિવસે શહેર પોલીસની એક ટીમે ત્રણ કરોડ રૂપિયાનો તોડ કર્યો હતો. હવે આ વાત કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ ઉઠાવી છે. તે સમયના સ્થાનિક અખબારોમાં પણ આ મુદ્દે ઉછળ્યો હતો. કોંગ્રેસે રાજકોટ ગેમિંગ ઝોનના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી તેમા આ વાત કહી છે. તેમણે બધા વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે.

આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ લાલજીભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડમાં તપાસ કરતી SITના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં સરકારે નીમેલી સિટના જ અધિકારી ભ્રષ્ટાચારી હોવાનો આરોપ મૂકી સનસનાટી મચાવી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટનાં આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી બદલ જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ રાજકોટમાં પોતાના બ્યુરોકેટ તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૫૦ ફૂટ રીંગરોડની  રિયલ એસ્ટેટની એક મેટરમાં રૂ.55 લાખ પણ લીધા હોવાનો આરોપ તેમણે કર્યો હતો.

તેવા ગંભીર આક્ષેપ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે સતત મીડિયામાં ચાલી રહ્યું છે. જુગારની એક મેટરમાં રૂ.3 કરોડનો તોડ કરનાર અધિકારીઓને તપાસ સોંપાઈ છે,  આ તોડ કરનાર અધિકારીઓએ ક્યાંથી આંગડીયું કર્યું, અને રેડ પાડનારી ટીમમાં કોણ કોણ સામેલ હતા તે તમામના નામ અમારી પાસે પહોંચી ગયા છે આવનાર દિવસોમાં અમે તેમનો પણ ખુલાસો કરીશું.  જીગ્નેશ મેવાણીના આ નિવેદનથી સમગ્ર રાજકોટ શહેર પોલીસ ખાતામાં હડકંપ મચી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી