Protest/ ગુજરાત આંદોલનનાં માર્ગે..? ડોક્ટર – LRD પુરુષ – ખેડૂત સહિતનાં આક્રોશ આસમાને

ગુજરાત આમ તો, ગાંધીનું ગુજરાત કહેવાય છે અને છે પણ ખરુ, મહાત્મા ગાંધી  – સરદાર પટેલ અને મોરારજીભાઇ દેશાઇ સહિતનાં અનેક ક્રાંતિકારી વીરોની આ ભૂમીમાં આંદોલન અને સરકાર સામે

Top Stories Gujarat Others
protest ગુજરાત આંદોલનનાં માર્ગે..? ડોક્ટર - LRD પુરુષ - ખેડૂત સહિતનાં આક્રોશ આસમાને

ગુજરાત આમ તો, ગાંધીનું ગુજરાત કહેવાય છે અને છે પણ ખરુ, મહાત્મા ગાંધી  – સરદાર પટેલ અને મોરારજીભાઇ દેશાઇ સહિતનાં અનેક ક્રાંતિકારી વીરોની આ ભૂમીમાં આંદોલન અને સરકાર સામે પોતાની વાતને લઇને બંડ પોકારવો નશ નશમાં વહે છે અને ગુજરાત માટે આંદોલન કોઇ નવાઇની વાત નથી. પરંતુ જો એક સાથે અને લોકો પોતાનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરી પડે તો તે વાતને સત્તા માટે ભય સ્થાન જરુર ગણી શકાય અને આ વાતને ભૂતકાળે અનેક વખત યથાર્થ સાબિત પણ કરી દીધી છે. ત્યારે આજે પણ ગુજરાતમાં આંદોલનની જાણે મોસમ ખીલી હોય અને આંદોલન ફૂલ બહારની સ્થિતિમાં હોય તેવું જોવામાં આવી રહ્યું છે.

Question raised / અડધો દેશ મરી રહ્યો છે ત્યારે નવા સંસદ ભવન નિર્માણ કેમ ? કમલ …

ઇન્ટર્ન ડોક્ટરો ફરી આંદોલનનાં માર્ગે

Ahmedabad: Medical students protest against coaching institute, want  domicile rule

ગુજરાતનાં ડોક્ટરો, લોક રક્ષક દળનાં પુરુષ ઉમેદવારો અને ખેડૂતો સહિતનાં લોકો હાલ આંદોલનમાં જોવામાં આવી રહ્યા છે. અને જ્યારે એક અને એક વાત અને મુદ્દા સાથે ફરી ને ફરી આંદોલનો થાય કે કરવા પડે ત્યારે વાત વણસે નહી તો જ નવાઇ કહેવાય. બીલકુલ બરોબર સમજી રહ્યા છે આપ પૂર્વે પણ રાજ્યનાં ડોક્ટરો સ્ટાઇપેન્ડને લઇને હડતાળ કરી ચૂક્યા છે અને આશ્વાસનનાં અંતે આંદોલનનો અંત આવ્યાની વિગતો વિદિત છે, ત્યારે ફરી એક વખત તે જ માગ સાથે રાજ્યના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ કરશે. સરકારી હોસ્પિટલોનાં ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરુ કરવામાં આવી છે. માંજરો તે જ છે સ્ટાઇપેન્ડ ઓછુ હોવાનો. તબીબોનો આક્ષેપ છે કે, સ્ટાઇપેન્ડ અને વેતન વધારવાની માગ પૂર્વે પણ કરવામાં આવી છે અને આજે પણ કરવામાં આવી રહી છે, પરંતુ તેમની માંગ સામે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આજથી રાજ્યભરનાં સરકારી હોસ્પિટલનાં ઇન્ટર્ન ડૉક્ટરો તમામ સેવાથી અળગા રહી હડતાળ કરશે.

Farmers Protest / ખેડૂત આંદોલનનાં 19માં દિવસે ગુજરાતનાં તાત સહિત કેજરીવાલ પણ ક…

LRD પુરૂષોનું ફરી આંદોલન

Gujarat: 20 LRD aspirants protest outside BJP HQ | India News,The Indian  Express

ફરી એક વખત LRD પુરૂષોનું આંદોલનનું રણશીંગુ ગાંધીનગર ખાતે ફૂંકાઇ ચૂક્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વે પણ અનેક વખત એટલે કે એકથી વધુ વખત LRD પુરૂષો દ્વારા આંદોલનનો માર્ગ અખત્યાર કરી ચૂકવામાં આવ્યો છે. ફરી એક વખત ગુજરાતમાં LRD પુરૂષો દ્વારા પોતાની માંગને લઇને આંદોલનનો માર્ગ પકડવામાં આવ્યો છે. સોમવારથી એટલે કે આજથી ફરી પોતાની જૂની પૂરાણી માંગણીઓ સાથે LRD પુરૂષો દ્વારા ગાંધીનગરનાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંદોલન શરુ કરવામાં આવી રહ્યું છે.

budget: રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક, 270 કરોડનું સુધારે…

દેશમાં ખેડૂત આંદોલનનો 19મો દિવસ – ગુજરાતના તાતનો પણ સાથ

Gujarat: Farmers to march against Dholera SIR for three days from November 9

દેશનાં ખેડૂત નવા કે સુધારેલા કૃષી કાયદાઓને રદ્દ કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે અને સોમવારે આ આંદોલન 19મો દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આંદોલનનાં 19માં દિવસે ખેડૂતો એક દિવસીય અનશન કરશે અને ગુજરાતનાં ખેડૂતો પણ આ આંદોલનમાં ધીમેધીમે જોડાઇ રહ્યા છે. જો કે, ગુજરાતમાં ખેડૂત આંદોલન પંજાબ – હરિયાણા – રાજસ્થાન સહિતનાં દેશનાં અન્ય રાજ્યો જેટલુ ઉગ્ર નથી, પરંતુ ગુજરાતનાં તાતે પણ આજે સવારથી અનશન પર બેસશી દેશમાં ચાલી રહેલા ખેડૂતો આંદોલનને ટેકો જાહેર કરી દીધો છે. ગુજરાતમાંથી પણ અનેક ખેડૂત નેતા અને ખેડૂતો દિલ્હી આંદોલનનો ભાગ બનવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા છે. કોંગ્રેસ કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગુજરાતનાં ખેડૂતો દિલ્હી જવા રવાના થયા હતા. તો સાથે સાથે ગુજરાતમાં રહીને પણ અનેક ખેડૂતો આંદોલનનો ભાગ બની રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…