Rajkot/ ફરીથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

રાજકોટમાં ફરી એક વખત સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો એન્ટી ટ્રાફિકિંગ હ્યુમન યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.  પોલીસ દ્વારા દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ પણ

Gujarat
1

રાજકોટમાં ફરી એક વખત સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો એન્ટી ટ્રાફિકિંગ હ્યુમન યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.  પોલીસ દ્વારા દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પીએસઆઇ અસલમ અન્સારી અને તેની ટીમ દ્વારા વધુ એક વખત સ્પાની આડમાં કુટણખાનુ ચલાવનારાઓની ધરપકડ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ 10,000 રૂપિયા દારૂની બોટલ સાથે મોબાઇલ તેમજ ડીવીઆર સાથે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Covid-19 / કોરોનાથી રાજ્યમાં થયા ફક્ત 2 લોકોનાં મોત, આટલા આવ્યા નવા કેસ…

આ અંગે પીએસઆઇ અસલમ અન્સારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પેન્ટાલૂન્સ ગ્રાઉન્ડના ફ્લોરમાં પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. ચોક્કસ બાતમી મળતાની સાથે ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘટના સ્થળેથી સ્પા સંચાલક જયરાજસિંહ સહદેવ સિંહ ગોહિલ, જયરાજસિંહ વનરાજ સિંહ જાડેજા અને વિવેક મનીષ વેગળ તેમજ બે પરપ્રાંતીય રૂપલલનાઓ મળી આવી હતી.

Election / આ તારીખ પહેલા યોજાઇ શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટ…

આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, એક ગ્રાહક દીઠ તેઓ 3000 રૂપિયા ઉઘરાવતા હતા. જે પૈકી બે હજાર રૂપિયા તેઓ પોતાની પાસે રાખતા હતા જ્યારે કે 1000 રૂપિયા રૂપ લલનાને આપતા હતા. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી આ પ્રકારનો ગોરખધંધો ચલાવી રહ્યા હતા. તેમજ આ ગોરખધંધામાં તેમની સાથે વધુ કોઈ આરોપીઓ જોડાયેલા છે કે કેમ, દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલા અન્ય કોઈ દલાલો તેમની સાથે સંકળાયેલા છે કે, કેમ તે સહિતની બાબતો સહિતની બાબતોની જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Gujarat / પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમને લઇને સામાન્ય વહીવટ વિભાગે બહ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…