Cricket/ એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

જ્યારે પણ કોઇ દિગ્ગજ ક્રિકેટર ક્રિકેટમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે તે બધા ક્રિકેટ ચાહકો માટે ખૂબ ભાવનાત્મક ક્ષણ હોય છે.

Sports
Mantavya એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

જ્યારે પણ કોઇ દિગ્ગજ ક્રિકેટર ક્રિકેટમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે તે બધા ક્રિકેટ ચાહકો માટે ખૂબ ભાવનાત્મક ક્ષણ હોય છે. પરંતુ જ્યારે એ જ ફેવરિટ ક્રિકેટરો ફરી એકવાર દર્શકો સામે રમતા જોવા મળે તો? ત્યારે ચાહકોની ખુશી બમણી થઈ જાય છે. આવી જ એક તક ફરીથી ટૂંક સમયમાં ક્રિકેટ ફેન્સ માટે આવવાની છે.

Mantavya 3 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

Cricket / હાર્દિક પંડ્યા બન્યો સ્પાઈડર મેન, જુઓ કેવી કરી રહ્યો છે તૈયારી

સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, કેવિન પીટરસન, મોહમ્મદ કૈફ, સહિત ઘણા ક્રિકેટરો નિવૃત્ત થઇ ચુક્યા છે, તેઓ ફરી એકવાર તમને ક્રિકેટનાં મેદાનમાં રમતા જોવા મળશે. તમને આશ્ચર્યચકિત થશે કે શું તેઓએ નિવૃત્તિમાંથી પાછા આવવાનું નક્કી કર્યું છે. તો જવાબ છે ના, આ તમામ દિગ્ગજ ખેલાડીઓ રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં એકબીજા સામે રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ 5 માર્ચથી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં છ દેશોની ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ચાહકો માટે ખૂબ આનંદની વાત છે કે ફરી એકવાર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ ઇનિંગ્સની શરૂઆત કરતા નજરે પડશે.

Mantavya 1 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

Cricket / વિજય હજારે ટ્રોફીમાં અભિષેક શર્માએ તાબડતોડ બેટિંગ કરતા માત્ર 42 બોલમાં ફટકારી સદી

5 માર્ચથી શરૂ થનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ દરમિયાન બધા ક્રિકેટ ચાહકો ફરીથી તેમના મનપસંદ મહાન ક્રિકેટરોને રમતા જોઇ શકશે. આ શ્રેણીની એક સીઝન ગયા વર્ષે માર્ચ 2020 માં રમાઇ ચુકી છે. 2020 માં, આ શ્રેણીમાં 5 ટીમોએ ભાગ લીધો હતો. આ વર્ષે ફરી આ સિરીઝ 5 માર્ચથી રાયપુરનાં શહીદ વીર નારાયણ સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં દુનિયાભરનાં ઘણા દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટરો સામેલ થશે. આ લેખમાં, અમે તમને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનાં તમામ શેડ્યૂલ અને તમામ ટીમો વિશે જણાવીશું.

Mantavya 2 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

Cricket / પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદનઃ જો ભારત WTC ફાઈનલમાં પહોંચશે તો નહી રમી શકે એશિયા કપ

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું પૂરુ શેડ્યૂલ

ભારતીય ટીમની વાત કરીએ તો સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, મોહમ્મદ કૈફ ઉપરાંત તાજેતરમાં નિવૃત્ત થયેલા યુસુફ પઠાણ અને વિનય કુમાર પણ ભારતીય ટીમમાં ભાગ લેશે. શ્રીલંકાની ટીમમાં સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન, વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બ્રાયન લારા, ઇંગ્લેન્ડની ટીમમાંથી પીટરસન રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ એક વર્ષ પહેલા રમાઇ હતી, પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટને થોડી મેચો પછી બંધ કરવી પડી હતી.

Mantavya 4 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

Cricket / એક દિવસ પહેલા સંન્યાસ લેનારા આ 2 ક્રિકેટર ભારત માટે રમતા જોવા મળશે

જાણો ટીમ અને ખેલાડીઓની યાદી

India legends

Mantavya 5 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

સચિન તેંડુલકર (કેપ્ટન), વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, પ્રજ્ઞાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, મનપ્રીત ગોની, યુસુફ પઠાણ, નમન ઓઝા (વિકેટકીપર), સુબ્રમણ્યમ બદ્રીનાથ અને આર વિનય કુમાર.

England legends

Mantavya 6 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

કેપીન પીટરસન (કેપ્ટન), ફિલિપ મસ્ટર્ડ, મોન્ટી પાનેસર, નિક કોમ્પટન, કબીર અલી, સાજિદ મહેમૂદ, જેમ્સ ટ્રેડવેલ, ક્રિસ સ્કોફિલ્ડ, જોનાથન ટ્રોટ, રેયાન સાઇડબોટમ, ઉસ્માન અફઝલ, મૈથ્યુ હોગાર્ડ અને જેમ્સ ટિન્ડલ.

Sri lanka legends

Mantavya 7 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

તિલકરત્ને દિલશાન (કેપ્ટન), સનથ જયસૂર્યા, ફરવેઝ મહરૂફ, રંગના હેરાથ, થિલન થસારા, અજંતા મેન્ડિસ, ચમાર કપૂગેદરા, ઉપુલ થરંગા, ચમારા સિલ્વા, ચિંતકા જયસિંઘે, ધમ્મિકા પ્રસાદ, નુવાન કુલશેખરા, રસલ આર્નોલ્ડ, દુલાંજના, વિજેસિંઘે અને મલિંડા વર્ણપુરા.

Bangladesh Legends

Mantavya 8 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

મોહમ્મદ રફીક (કેપ્ટન), ખલીલ મહેમૂદ, નફીસ ઇકબાલ, અબ્દુર રઝાક, ખાલિદ મશુદ, હનન સરકાર, જાવેદ ઉમર, રજિન સાલેહ, મેહરાબ હુસેન, આફતાબ અહેમદ, આલમગીર કબીર, મોહમ્મદ શરીફ, મુશફિકુર રહેમાન અને મમૂન રશીદ.

West indies legends

Mantavya 9 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

બ્રાયન લારા (કેપ્ટન), ટીનો બેસ્ટ, રિડલી જેકબ્સ (વિકેટકીપર), નરસિંહ દેવનારાયણ, સુલેમાન બેન, દિનાનાથ રામનરાયણ, એડમ સેનફોર્ડ, કાર્લ હૂપર, ડ્વેન સ્મિથ, રાયન ઓસ્ટિન, વિલિયમ પર્કિન્સ અને મહેન્દ્ર નાગામૂટૂ.

South africa legends

Mantavya 10 એકવાર ફરી સચિન-સેહવાગ કરી શકે છે ઈનિંગની શરૂઆત, જાણો કેવી રીતે?

જોન્ટી રોડ્સ (કેપ્ટન), મોર્ની વૈન વિક, ગાર્નેટ ક્રૂગર, રોજર ટેલિમેકસ, જસ્ટિન કેમ્પ, અલ્વિરો પીટરસન, નેન્ટી હેવાર્ડ, એન્ડ્ર્યૂ પુટિક, લૂટ્સ બોસમેન, ઝેંડર ડી બ્રૂન, ઠંડી શબાલાલા, મોન્ડે જોંડેકી, માખાયા એન્ટિની અને લોયડ નોરિસ-જોન્સ.

હાલમાં ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હવે ફેન્સની અને ખેલાડીઓની નજર 4 માર્ચથી શરૂ થતી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રહેશે. ત્યારે ફેન્સ માટે આ વર્ષ જાણે ક્રિકેટથી ભરેલુ રહેશે તેવુ લાગી રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ