Not Set/ સુરેન્દ્રનગરમાં વાહનચોરોનું તરખાટ, એક આરોપીની કરાઈ ધરપકડ

દુધરેજ વડવાળા મંદિર પાર્કિંગમાંથી ચોરી કરેલ ઇકો કાર નો ભેદ ઉકેલાયો 

Gujarat
arrest સુરેન્દ્રનગરમાં વાહનચોરોનું તરખાટ, એક આરોપીની કરાઈ ધરપકડ

@દેવજી ભરવાડ , સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ. 

દુધરેજ વડવાળા મંદિર પાર્કિંગમાંથી ચોરી કરેલ ઇકો કાર નો ભેદ ઉકેલાયો 

દુધરેજ વડવાળા મંદિરના પાર્કિંગમાંથી એક માસ પૂર્વે મોડી રાત્રે ઇકો કારની ચોરી થવા પામી હતી. કાર ચોરી અંગેની એલસીબી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. એલસીબી પીઆઈ ડી.એમ ઢોલ ની સૂચનાથી પીએસઆઇ જાડેજા અને ટીમ ના એન. ડી. ચુડાસમા, અજય સિંહ, નિકુલસિંહ, અનિરુદ્ધસિંહ, નિર્મળસિંહ, વિગેરે ઓ એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

IMG 20210730 WA0057 સુરેન્દ્રનગરમાં વાહનચોરોનું તરખાટ, એક આરોપીની કરાઈ ધરપકડ

નેત્રમ સીસીટીવી કેમેરા અને બાતમીદારો ની મદદથી સુરેન્દ્રનગર શહેરના  રિવરફ્રન્ટ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇકો કાર ને અટકાવી તલાશી લઈ કારના ચાલકની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં કારના ચાલકે એલસીબી પોલીસ સામે વટાણા વેરી નાખ્યા હતા. અને જણાવ્યું હતું કે એક માસ પૂર્વે વડવાળા મંદિરના પાર્કિંગમાંથી આ કારની ચોરી કરી હોવાની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે રૂ.૪.૫૦ લાખની કિંમતની કાર સાથે અશરફ રહીમ ખલીફા રે. રતનપર ને ઝડપી લઇ એ ડિવિઝન પોલીસ મથકે સોંપી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ દુધરેજ વડવાળા મંદિર ના પાર્કિંગ માંથી ચોરી થયેલ કારનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે , છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાંથી વાહન ચોરીના બનાવો માં ઘરખમ વધારો થયો છે. ચોરીના બનાવોની ફરિયાદ વધતા પોલીસ હવે સજાગ બની છે. દિવસ તેમજ રાત્રીના સમયગાળા દરમિયાન હાઈવે પર પોલીસે સઘન ચેકિંગ વધારી દીધી છે અને શંકાશ્પ્દ વાહન ચાલકોને રોકીને તેમની કડક પુછપઅરછ કરાઈ રહી છે.