દુર્ઘટના/ હિમાચલમાં બ્રિજ તૂટતા બે ટ્રક નદીમાં ખાબકતા એકનું ઘટનાસ્થળે મોત, બચાવ કામગીરી પુરજોશમાં

હિમાચલ પ્રદેશના ચંબામા શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ચંબાને જોડતો ચોલી પુલ તૂટી જતા બે ટ્રક રાવી નદીમાં ગરકાવ થઇ ગઇ હતી.

Top Stories India
Bridge collapse in Himachal

Bridge collapse in Himachal:   હિમાચલ પ્રદેશના ચંબામા શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ચંબાને જોડતો ચોલી પુલ તૂટી જતા બે ટ્રક રાવી નદીમાં ગરકાવ થઇ ગઇ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.સ્થાનિક લોકો અને પોલીસ બચાવ કાર્યમાં લાગી ગયા છે. આ પુલ પર એક કાર પર બ્રિજ પર ફસાઇ ગઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, આ પુલ (Bridge collapse in Himachal) બે ટ્રક પસાર થવાને કારણે તૂટી ગયો છે, કારણ કે તે ખૂબ જ ઓછી ક્ષમતા માટે પસાર થયો હતો. પરંતુ આ પુલ બે ટ્રકનું વજન સહન કરી શક્યો ન હતો અને તૂટી પડ્યો હતો.  આ પુલ કંવરસી નાળા પર બનેલો છે, જે આગળ જઈને રાવી નદીમાં મળે  છે. સ્થાનિક લોકોએ આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા અનેક વખત માંગણી કરી હતી, પરંતુ હાઈડલ પ્રોજેક્ટના લોકોએ નિયમોનું પાલન કર્યું ન હતું અને ભારે વાહનો આ પુલ પરથી પસાર થતા રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે જ આ દુર્ઘટના થઈ છે.

અહેવાલો અનુસાર  એક ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ પુલ તૂટવાને કારણે 10 જેટલા ગામડાઓનો શહેરી વિસ્તાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. નોધનીય છે કે હિમાચલ પ્રદેશના ચંબામા શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ચંબાને જોડતો ચોલી પુલ તૂટી જતા બે ટ્રક રાવી નદીમાં ગરકાવ થઇ ગઇ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

માનવતા શર્મશાર/3 મહિનાની બાળકીને લોખંડના ગરમ સળીયાથી 51 વખત આપ્યા ડામ,અંતે માસૂમે ગુમાવ્યો જીવ

Pharmacy/આંખના ટીપાં નાખ્યા પછી આંખોની રોશની ગઈ, એકનું મૃત્યુ; ભારતીય કંપની પર ગંભીર આરોપો

Child marriage/આસામમાં બાળ લગ્નના મામલે રાજય સરકાર એકશનમાં, 2 હજારથી વધુ લોકોની ધરપકડ