માનવતા શર્મશાર/ 3 મહિનાની બાળકીને લોખંડના ગરમ સળીયાથી 51 વખત આપ્યા ડામ,અંતે માસૂમે ગુમાવ્યો જીવ

ન્યુમોનિયાની સારવારના નામે 3 માસની બાળકીને અંધશ્રદ્ધાના લીધે આ કૃત્ય કરવામાં આવ્યું હતું

Top Stories India
Madhya Pradesh

Madhya Pradesh;   મધ્યપ્રદેશના શહડોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ન્યુમોનિયાની સારવારના નામે 3 માસની બાળકીને અંધશ્રદ્ધાના લીધે આ કૃત્ય કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંધશ્રદ્ધાના કારણે બાળકીના પેટને ગરમ સળિયાથી લગભગ 51 વાર ડામ આપવામાં આવ્યા હતા, જેના કારણે બાળકીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. જો કે, આ ઘટના બાદ સંબંધીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. . જોકે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ગુનેગારો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, (Madhya Pradesh) આ ઘટના શહડોલ જિલ્લાના સિંહપુર કથૌટિયાની છે. જ્યાં 3 માસની બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ દરમિયાન અંધવિશ્વાસના કારણે પરિવારના સભ્યે 51 વખત ગરમ સળીયાના ડામ આપ્યા હતા જેના લીધે બાળકીની સ્થિતિ બગડી હતી. 

તબીબોનું કહેવું છે કે (Madhya Pradesh) બાળકીની તબિયત બગડતાં સારવારને બદલે તેને લોખંડના ગરમ સળિયાથી ડામ આપવમાં આવ્યા હતા.  જેના કારણે બાળકીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેનું ઈન્ફેક્શન મગજમાં પણ ફેલાઈ ગયું.  તબિયત બગડ્યા પછી, બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.

આ મામલામાં શહડોલના જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે આંગણવાડી કાર્યકર નવજાત બાળકીની માતાને બે વખત સમજી ચૂકી હતી, પરંતુ તેમ છતાં તેને લોખંડના સળિયા વડે ડામ આપવમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયું છે. સળગાવવાના આરોપોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ અધિકારીઓ ઘટનાની તપાસ કરવા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ઘટના 15 દિવસ જૂની છે. જ્યાં બાળકીને ન્યુમોનિયા તાવ આવ્યો હતો, જેના કારણે બાળકીનું મોત થયું હતું.

બેદરકારી/ઇન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી, પેસેન્જરને પટનાને બદલે ઉદપુર ઉતાર્યો

નિવેદન/અદાણી ગ્રુપ મામલે RBIએ આપ્યું મોટું નિવેદન, દેશની બેંકિગ સિસ્ટમ મજબૂત

Fraud/ક્રિકેટર દીપક ચહરની પત્ની સાથે 10 લાખની છેતરપિંડી

Raghavji Patel/ગુજરાતમાં ચણાના ખરીદી મર્યાદા વધારવાની કૃષિ મંત્રી રાઘવજી પટેલની માંગ