દુર્ઘટના/ પોરબંદર નિરમા ફેકટરીમાં ફરી સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ

કંપનીમાં કામ દરમિયાન બકેટ તૂટી પડતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર…

Top Stories Gujarat Others
ફેકટરીમાં
  • પોરબંદર નિરમા ફેકટરીમાં અકસ્માતની ઘટના
  • નિરમા કેમિકલ્સમાં બકેટ તૂટવાની ઘટના
  • સમગ્ર ઘટનામાં 4 લોકો થયા ઇજાગ્રસ્ત
  • એક શ્રમિકનું ઘટના સ્થળે મોત
  • દોઢ મહિનામાં કુલ ત્રણ ઘટના બની

પોરબંદરની નિરમા કેમિકલ્સ ફેકટરીમાં ફરી એકવાર દુર્ઘટના ઘટી છે. કંપનીમાં કામ દરમિયાન બકેટ તૂટી પડતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સચિન વિસ્તારમાં ઘરની બહાર રમી રહેલી બાળકીને ઉઠાવી જઈ હવસખોરે આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં આવેલ નિરમા કેમિકલ્સ ફેક્ટરીમાં કામ દરમિયાન અચાનક બકેટ તૂટી પડ્યુ હતું. જેમાં 5 જેટલા કામદારો સ્થળ પર હતા. આ તમામ કામદારો માટીના ઢગલા નીચે દટાયા હતા. ત્યારે બકેટ તુટી પડવાની ઘટનામાં એક કામદારનુ ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

છેલ્લાં એક મહિનામાં નિરમા કેમિકલ્સમાં અકસ્માતના ત્રણ બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ મોત નિપજ્યાં છે. 10 દિવસ પહેલાં પણ પોરબંદરની નિરમા ફેકટરીમાં એક કામદાર પાઇપ ફિટિંગનું કામ કરતો હતો તે દરમ્યાન લોખંડનો પાઇપ માથે પડતા કામદારનું મોત થયું હતું.

આ પણ વાંચો : શહેરની અનેક એવી નામી હોટલ-રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાક મળી આવ્યો

આ પહેલાં 17 સપ્ટેમ્બરના રોજ નિરમા ફેકટરીમાં લોખંડનું સ્ટ્રેકર તૂટતા ઓઘડ લખુભાઈ જમોડ નામના કામદારનું મોત નિપજ્યું હતું. આમ, માત્ર દોઢ જ મહિનાના ગાળામાં કુલ 3 કામદારોના મોત થતા કંપનીની લાપરવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો :સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છના નાના રણના પાટડીમાં નવરાત્રિમાં યુવાનોમાં ‘વાણીયા’ બનવાની

આ પણ વાંચો :  સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે ગરબા દરમિયાન જાહેરમાં યુવક પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ

આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં ભક્તો માટે પાસ સિસ્ટમ બંધ કરાઈ