Maharashtra/ MVA સરકારને વધુ એક ઝટકો, આ કેબિનેટ મંત્રી પણ પહોંચ્યા ગુવાહાટી

એક તરફ, એમવીએની ટીમો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને બેઠકો કરી રહી છે, બીજી તરફ ગુવાહાટીમાં બળવાખોરોની સંખ્યા વધી રહી છે

Top Stories India
4 3 11 MVA સરકારને વધુ એક ઝટકો, આ કેબિનેટ મંત્રી પણ પહોંચ્યા ગુવાહાટી

એક તરફ, એમવીએની ટીમો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને બેઠકો કરી રહી છે. બીજી તરફ ગુવાહાટીમાં બળવાખોરોની સંખ્યા વધી રહી છે. હવે મહારાષ્ટ્રના અન્ય મંત્રી ઉદય સામંત રવિવારે ગુવાહાટી પહોંચ્યા અને એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોની અસંતુષ્ટ શિબિરમાં જોડાયા. સૂત્રોએ જણાવ્યું કે સામંત ગુજરાતના સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા.

સૂત્રોના જણાવ્યાં અનુસાર તેઓ ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા અને અન્ય ત્રણ સાથે અહીંના ગોપીનાથ બારડોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતો. આસામ પોલીસ સાથે સામંતનો કાફલો નેશનલ હાઈવે-37 નજીક રેડિસન બ્લુ હોટલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. અત્યાર સુધી મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીઓ ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંદીપન ભુમરે અને રાજ્ય મંત્રી શંભુરાજે દેસાઈ અને અબ્દુલ સત્તાર બળવાખોર છાવણીમાં જોડાઈ ચૂક્યા છે.

એમવીએ સરકાર સામે બળવો કરીને અસંતુષ્ટ ધારાસભ્યો 22 જૂનથી મુંબઈથી લગભગ 2,700 કિમી દૂર ગુવાહાટીમાં છે. મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના જૂથને 21 જૂને મુંબઈથી સુરત અને પછી બીજા દિવસે ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી અસંતુષ્ટ ધારાસભ્યો સાથેની ઘણી ખાનગી ફ્લાઇટ્સ LGBI એરપોર્ટ પર ઉતરી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે શનિવારે શિંદે સહિત શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને સમન્સ જારી કર્યા હતા, જેમાં ગેરલાયક ઠેરવવા માટેની ફરિયાદોના પગલે 27 જૂનની સાંજ સુધીમાં તેમનો લેખિત જવાબ માંગવામાં આવ્યો હતો. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે. વિલીનીકરણ એ ગેરલાયકાત ટાળવાનો એકમાત્ર રસ્તો છે, પરંતુ બળવાખોર ધારાસભ્યો ગેરલાયકાતથી બચી શકતા નથી કારણ કે આ લોકો અત્યાર સુધી કોઈ પક્ષ સાથે ભળી શક્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે નોટિસ મળ્યા બાદ ધારાસભ્યો રવિવાર સવારથી જ નોટિસનો જવાબ આપવા માટે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.