Shocking/ ઓનલાઈન ખરીદી આ મહિલાને પડી ભારે, મંગાવ્યું શું અને આવ્યું શું

લાંબા સમયથી દુનિયાભરનાં લોકોમાં વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટલીકવાર એવું બને છે કે લોકો કંઈક બીજું માંગે છે જ્યારે તેમની પાસે કંઈક બીજું પહોંચી જાય છે.

Ajab Gajab News
11 23 ઓનલાઈન ખરીદી આ મહિલાને પડી ભારે, મંગાવ્યું શું અને આવ્યું શું

લાંબા સમયથી દુનિયાભરનાં લોકોમાં વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટલીકવાર એવું બને છે કે લોકો કંઈક બીજું માંગે છે જ્યારે તેમની પાસે કંઈક બીજું પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે એક મહિલાએ ઓનલાઈન વેલ્વેટ સોફા ઓર્ડર કર્યો અને જ્યારે ડિલિવરી તેના સુધી પહોંચી તો તેના હોશ ઉડી ગયા. આ એક વસ્તુ તેના સુધી પહોંચી જે તેની હથેળીમાં આવી.

આ પણ વાંચો – ના હોય… / વિશ્વભરના ભુખ્ખડ લોકો માટે છે આ મોટી ચેલેન્જ, હજુ સુધી કોઈ પૂરો નથી કરી શક્યો આ નાસ્તો

આપને જણાવી દઇએ કે, આ ઘટના ન્યૂયોર્કમાં રહેતી એક મહિલા સાથે બની છે. મિરરનાં એક રિપોર્ટ અનુસાર, આ મહિલાનું નામ મરિયમ છે. તાજેતરમાં, આ મહિલાએ પોતે તેના સોશિયલ મીડિયા સ્પેસ પર તેની સાથે જે થયુ તે વિશે જણાવ્યુ છે. મહિલાએ જણાવ્યું કે, કેવી રીતે તેને ઓનલાઈન શોપિંગનો ખરાબ અનુભવ થયો. અને આ બધું તેની સાથે થયું ત્યારે જ્યારે તેણીને મખમલનો સોફા ગમ્યો. મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે એક વેબસાઈટ પર સામાન જોઈ રહી હતી ત્યારે તેની નજર ખૂબ જ સુંદર સોફા પર પડી જે મખમલથી ઢંકાયેલો હતો. સોફા જોઈને તુરંત જ તેને ખરીદવાનું મન થયું. તેણે ઓર્ડર આપ્યો અને પૈસા પણ આપ્યા, પરંતુ થોડા દિવસો પછી જ્યારે સોફા તેની પાસે પહોંચ્યો તો તેને જોઈને તેના હોશ ઉડી ગયા.

આ પણ વાંચો – બજેટ પર ટીપ્પણી / મનરેગાના બજેટમાં ઘટાડો ગરીબોને ગંભીર મુશ્કેલીમાં મૂકી દેશે-ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક

એક વીડિયો દ્વારા મહિલાએ બતાવ્યું કે તેની પાસે જે સોફા પહોંચ્યો તે એક રમકડું હતું અને તેની સાઈઝ મહિલાની હથેળી જેટલી જ હતી. મહિલાએ કહ્યું કે તેણે આ અંગે ફરિયાદ કરી હતી. મહિલાએ એમ પણ કહ્યું કે આ પછી તેણે નક્કી કર્યું કે તે હવે ક્યારેય ઓનલાઈન ખરીદી નહીં કરે.