Not Set/ ઓપરેશન ઓલઆઉટ : J & Kમાં સેના દ્વારા કરાયેલા તાબડતોડ એન્કાઉન્ટરમાં 11આતંકીઓ ઠાર, ૩ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુધ વધુ એકવાર કાર્યવાહી કરવામાં આવી છે. કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં અત્યારસુધી ૧૧ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે અને એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે. જયારે આ એન્કાઉન્ટરમાં […]

Top Stories
ghjjjt ઓપરેશન ઓલઆઉટ : J & Kમાં સેના દ્વારા કરાયેલા તાબડતોડ એન્કાઉન્ટરમાં 11આતંકીઓ ઠાર, ૩ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુધ વધુ એકવાર કાર્યવાહી કરવામાં આવી છે. કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં અત્યારસુધી ૧૧ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે અને એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે. જયારે આ એન્કાઉન્ટરમાં ૩ જવાનો શહીદ થયા છે તેમજ એક નાગરિકનું પણ મોત થયું છે.

આ બંને ઘટનાઓમાં સેનાના ૪ જવાનો પણ ઘાયલ થયા છે. આ ઉપરાંત શોપિયામાં થયેલા એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળો અને સ્થાનિક નાગરિકો વચ્ચે પણ સંઘર્ષ થયો હતો જેમાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરમાં છેલ્લા એક દાયકા દરમિયાન ભારતીય સેનાનું અ સૌથી મોટું એન્કાઉન્ટર છે, જેમાં માત્ર ૧ દિવસમાં ૧૧ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

શોપિયામાં કરવામાં આવ્યું એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બે અલગ-અલગ જગ્યાઓ પર થયેલી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ૧૦ આતંકીઓને ઠાર કરાયા છે જયારે બે જવાનો ઘાયલ પણ થયા છે.

ઠાર મારવામાં આવેલા ૧૦ આતંકીઓમાંથી ૫ના દેહ પ્રાપ્ત કરવામાં આવી ચુક્યા છે, જેમાં એકની ઓળખ શોપિયાના રહેનારા યાસિરના સ્વરૂપમાં થઇ છે.

લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર થયો ઠાર

આ એનકાઉન્ટર દરમિયાન ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક ટોપ કમાન્ડર જીનત-ઉલ-ઇસ્લામને પણ ઠાર મારવામાં આવ્યો છે. જીનત-ઉલ-ઇસ્લામ હાલના સમયમાં કાશ્મીરનો આતંકનો એક મોટા ચહેરા તરીકે ઓળખાતો હતો. શોપિયાના જાનીપુરાના રહેનારા જીનત નવેમ્બર ૨૦૧૫માં આતંકી સંગઠન સાથે જોડાયો હતો અને છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં પણ તે શામેલ હતો.

અનંતનાગમાં પણ કરવામાં આવ્યું એન્કાઉન્ટર

જમ્મુ પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ એક આતંકીએ સરેન્ડર કર્યું હતું. જયારે છુપાયેલા બીજા આતંકવાદીએ સુરક્ષાબળોની અપીલ ન માન્યા બાદ તે ફાયરીંગ કરતો હતો. જો કે સુરક્ષાબળોના જવાનોએ જવાબી ફાયરિંગમાં તેને પણ ઠાર માર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પૉલ વૈદ્યે જણાવ્યું, “અનંતનાગમાં એક આતંકવાદીને ઠાર મરાયો છે અને એકને જીવતો પકડી પાડવામાં આવ્યો છે. સેના દ્વારા શોપિયાના  ડ્રેગડ અને કાચોડોરામાં એન્કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે. ઠાર મારવામાં આવેલા આતંકીઓમાંથી ૭ની બોડી મેળવી લેવામાં આવી છે તેમજ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો સેના દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.