PM Modi/ દિલ્હીમાં વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યો છે, પરંતુ અમે શંકાનું સમાધાન કરીશું : વડાપ્રધાન મોદી

મોદી આજ રોજ કચ્છની એક દિવસુય મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમણે દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનના મુદ્દા પર કંઈક આવી વાત કરી હતી “દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું

Top Stories Gujarat
modi

મોદી આજ રોજ કચ્છની એક દિવસુય મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમણે દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનના મુદ્દા પર કંઈક આવી વાત કરી હતી “દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે અમારી સરકાર 24 કલાક કામગીરી કરવા માટે તૈયાર છે.”

Kutchh / ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન…

વિપક્ષ ખેડૂતને ભ્રમિત કરી રહ્યો છે.જે લોકો વિપક્ષમાં બેસશે અને ખેડૂતોને ભ્રમિત કર્યા કરે છે તેઓ પણ પોતાના સમયમાં કૃષિ સુધારાનો સમર્થન કરવા માટે આગળ આવ્યા હતા. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર જ હોય છે અને અમારી પ્રાથમિકતા પહેલેથી જ ખેડૂતો રહ્યા છે.સમગ્ર દેશને પ્રશ્ન થઇ રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના ખેડૂતોને પાક વેચવાની આઝાદી શા માટે ન મળવી જોઈએ. પરંતુ કૃષિ સુધારાની માંગ વર્ષોથી થઈ રહી હતી અને ખેડૂત સંગઠનો પણ કરી રહ્યા હતા.

KBC / ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી …

વડાપ્રધાન મોદીએ ધોરડો ખાતે સૌપ્રથમ પૂર્વ નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે કેવડીયામાં તેમના સૌથી ઉંચી પ્રતિમા આપણને દિવસ-રાત દેશ માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરી રહી છે. તેઓનું સ્મરણ કરીને આજના દિવસે દેશ અને રાજ્યનું ગૌરવ વધારવાનું કામ આપણે કરતા રહીએ.અગાઉના સમયમાં એવું કહેવામાં આવતું કે કચ્છ કેટલુ દુર છે કે વિકાસ નામોનિશાન નથી કનેક્ટિવિટી નથી અને પડકારનો પ્રદેશ તરીકે ઓળખાતો હતો. હવે લોકો થોડો સમય કચ્છમાં કામ કરવા માટે પણ પડાપડી કરી રહ્યા છે.

સુરત / માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજ…

ભૂકંપે કચ્છના લોકોના ઘરો પાડી દીધા હતા પરંતુ અહીંના લોકોના મનોબળને તોડે શક્યો ન હતો. કચ્છની ખમીરવંતી પ્રજા ફરીથી ઉભી થઈ અને આજે જુઓ કે દરેક ક્ષેત્રમાં કચ્છીઓ ક્યાંથી ક્યાં પહોંચી ચૂક્યા છે. કચ્છ સમગ્ર દેશને સંશોધનો પર અને સામર્થ્ય પર વિશ્વાસ કરવાથી કેવી રીતે આત્મનિર્ભર તરફ આગળ વધી શકાય છે તે સમજાવ્યું છે.પાણી મામલે ગુજરાતને આજે કામગીરી થઇ રહી છે તે સમગ્ર દેશ માટે પ્રેરણા સમાન છે.માત્ર સવા વર્ષમાં જલ જીવન મિશન અંતર્ગત 3 કરોડ પરિવારને પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે.ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને માછીમારો પહેલાં કરતાં વધારે સારી સ્થિતિમાં છે તેનું એક કારણ ખેતીની પરંપરા જળવાઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…