હીટવેવ/ રાજકોટમાં ગરમીનો પારો વધતા મનપા દ્વારા અપાયું ઓરેન્જ એલર્ટ

રાજયમાં  એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં  ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એવામાં રાજયના મોટા ભાગનાં શહેરોમાં  તાપમાન વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે.રાજકોટ માં ગરમીનો […]

Rajkot Gujarat
12 1 રાજકોટમાં ગરમીનો પારો વધતા મનપા દ્વારા અપાયું ઓરેન્જ એલર્ટ

રાજયમાં  એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં  ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એવામાં રાજયના મોટા ભાગનાં શહેરોમાં  તાપમાન વધતું જોવા મળી રહ્યું છે.

ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે.રાજકોટ માં ગરમીનો પારો 40 ડિગ્રીને પર જતા રાજકોટ મનપા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મનપા દ્વારા લોકોને બપોરે 1થી4 કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.હવામાન ખાતા દ્વારા હજુ પણ 2 દિવસ  હીટવેવ ની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. લોકો ગરમી થી રાહત મેળવવા એસી,કુલર જેવા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.આ ઉપરાંત શરીરને ઠંડક આપવા ઠંડા પીણા  પી રહ્યા છે.

શું રાખશો સાવચેતી.?

  • શરીર ઢંકાય તેવા કપડા પહેરવા.
  • લીંબું પાણી, લીંબુ સરબત જેવા પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો
  • માથું અને મોંઢું ઢાંકીને રાખવું
  • બહાર નિકળતા સમયે સનગ્લાસ પહેરવાનો આગ્રહ રાખવો
  • બહારથી ઘરમાં પ્રવેશી વાતાવરણને અનુકુળ રહીને પાણી પીવું..
  • બરફ અને દુધથી બનેલી વસ્તુઓ પીવાનું ટાળવું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ