Amazon delivery system/ એમેઝોન પર 1.20 લાખના મેકબૂક પ્રોનો ઓર્ડર કર્યોઃ બદલામાં આવ્યું ડોગ ફૂડ

એમેઝોન પરથી ઓનલાઇન સામાન મંગાવવો ઘણી વખત મોંઘો પડી જાય છે, વ્યક્તિએ એમેઝોન પરથી લગભગ 1.25 લાખ રૂપિયાની કિંમતનું મેકબૂક પ્રો ઓર્ડર કર્યુ હતુ, પરંતુ, બદલામાં યુઝરને ડોગ ફૂડ ડિલિવર કરવામાં આવ્યું હતું. જોકે, કંપનીએ કહ્યું છે કે તે ગ્રાહકના સંપર્કમાં છે અને તેને મદદ કરશે.

Top Stories Breaking News
Amazon એમેઝોન પર 1.20 લાખના મેકબૂક પ્રોનો ઓર્ડર કર્યોઃ બદલામાં આવ્યું ડોગ ફૂડ
  • યુકેના એલનને ઓનલાઇન મેકબૂક પ્રો ઓર્ડર કરવું ભારે પડ્યુ
  • મેક પ્રો બૂકના બદલામાં ડોગ ફૂડ આવતા હતપ્રભ
  •  કંપનીને કોલ કરવામાં 15 કલાક વેડફ્યા છતાં કોઈ મદદ નહી
  • છેવટે કંટાળીને ડોગ ફૂડ પરત કરી દીધુ
  • કંપનીની પૂરેપૂરી રકમ રિફંડ કરવાની ખાતરી

એમેઝોન પરથી ઓનલાઇન સામાન મંગાવવો ઘણી વખત મોંઘો પડી જાય છે, વ્યક્તિએ એમેઝોન પરથી લગભગ 1.25 લાખ રૂપિયાની કિંમતનું મેકબૂક પ્રો ઓર્ડર કર્યુ હતુ, પરંતુ, બદલામાં યુઝરને ડોગ ફૂડ ડિલિવર કરવામાં આવ્યું હતું. જોકે, કંપનીએ કહ્યું છે કે તે ગ્રાહકના સંપર્કમાં છે અને તેને મદદ કરશે.

આ ઘટના યુકેની છે. જ્યાં એલન વૂડ નામના વ્યક્તિએ એમેઝોનના યુકે સ્ટોરમાંથી મેકબૂક પ્રોનો ઓર્ડર આપ્યો હતો. આ માટે તેણે 1200 પાઉન્ડ (લગભગ 1,20,000 રૂપિયા) ખર્ચ્યા. તેણે 29 નવેમ્બરે આ લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. તે પોતાની દીકરીને મેકબુક પ્રો ગિફ્ટમાં આપવા માંગતો હતો.

પરંતુ, જ્યારે તેણે એમેઝોન પરથી પેકેજ ખોલ્યું, ત્યારે તેને પેડિગ્રી ડોગ ફૂડના બોક્સ મળ્યા. તેમા જેલી ફ્લેવરના મિક્સ સિલેક્શનમાં 24 પેકેટ હતા. તેણે કહ્યું કે તમે કલ્પના કરી શકો છો કે મારા ચહેરા પર કેવા ભાવ હશે.
તેણે વધુમાં જણાવ્યું કે એમેઝોન સપોર્ટથી પણ તેને સંપૂર્ણ મદદ મળી નથી. જ્યારે તેને કંપની પાસેથી મદદની પૂરી અપેક્ષા હતી. પરંતુ, ગ્રાહક સેવાએ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે ઉત્પાદન પરત કર્યું.

તેણે કહ્યું કે તેણે એમેઝોનથી કોલ પર 15 કલાક વેડફ્યા. કંપની માત્ર એકબીજાને કોલ ટ્રાન્સફર કરતી હતી. પરંતુ, છેલ્લા દરેક વખતે તેણે મદદ કરવાનો ઇનકાર કર્યો. એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું છે કે તે ગ્રાહકના સંપર્કમાં છે અને સંપૂર્ણ રિફંડની પ્રક્રિયા કરવામાં આવી છે.

એલન વૂડે કહ્યું કે તે લાંબા સમયથી એમેઝોનના ગ્રાહક છે, પરંતુ આવી સમસ્યા પહેલા ક્યારેય આવી નથી, તે ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આવો કિસ્સો ભારતમાં પણ ઘણી વખત જોવા મળે છે જ્યાં ઓનલાઈન ઓર્ડર કરવા પર અમુક અન્ય સામાનની ડિલિવરી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Test Series/ ઇંગ્લેન્ડે છેલ્લી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટથી હરાવી કર્યો વ્હાઇટ વોશ

China Corona/ ચીનમાં કોરોનાનો કહેરઃ સ્મશાનો અને હોસ્પિટલોમાં જગ્યા જ નથી