Gujarat election 2022/ અમદાવાદમાં પાંચ બેઠકોના પરિણામમાં ચાર ભાજપને અને એક કોંગ્રેસને

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદમાં ઘાટલોડિયા મતવિસ્તારમાં વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો 64,000 મતની જંગી સરસાઈથી વિજય થયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને આટલી જંગી સરસાઈથી હરાવ્યા છે. આપના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા છે.

Gujarat Gujarat Assembly Election 2022
Gujarat election 2022 Bhupendrabhai અમદાવાદમાં પાંચ બેઠકોના પરિણામમાં ચાર ભાજપને અને એક કોંગ્રેસને
  • ગુજરાતના ભૂપ ભૂપેન્દ્ર પટેલનો 64,000 મતની જંગી લીડથી વિજય
  • અસારવામાંથી ભાજપના દર્શના વાઘેલા જીત્યા
  • દરિયાપુરમાંથી ભાજપના કૌશિંક જૈન જીત્યા
  • નિકોલમાંથી ભાજપના જગદીશ વિશ્વકર્મા જીત્યા
  • ખાડિયામાંથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા જીત્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદમાં ઘાટલોડિયા મતવિસ્તારમાં વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો 64,000 મતની જંગી સરસાઈથી વિજય થયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને આટલી જંગી સરસાઈથી હરાવ્યા છે. આપના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરની કુલ 16 બેઠકમાંથી ચારના પરિણામ જાહેર થયા છે. તેમાથી ત્રણ ભાજપ જીત્યું છે અને એક કોંગ્રેસ જીત્યું છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત અસારવામાંથી ડો. દર્શના વાઘેલા જીત્યા છે. નિકોલમાંથી જગદીશ વિશ્વકર્મા જીત્યા છે. આ ઉપરાંત દરિયાપુરમાંથી ભાજપના કૌશિક જૈન જીત્યા છે, તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખને બે હજાર મતથી હરાવ્યા છે. સલામત મનાતી દરિયાપુર બેઠક પરના પરાજયના લીધે કોંગ્રેસને આંચકો લાગ્યો છે.
જ્યારે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ખાડિયામાંથી જીત્યા છે. તેમણે ભાજપના ભૂષણભટ્ટને હરાવ્યા છે. અમદાવાદમાં કુલ 16 વિધાનસભા બેઠક છે. તેમાથી પાંચના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. બાકીની 11 બેઠકમાંથી ફક્ત જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ આગળ છે.

આ પણ વાંચોઃ

Election Result/ગુજરાતમાં કોંગ્રેસનું 1990 બાદ સૈાથી ખરાબ પ્રદર્શન, 18 બેઠકો પર આગળ

Election Result/હાર્દિક પટેલ પાછળ જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આગળ