વલસાડ/ રાજ્ય બહાર રેતી સપ્લાયનું કૌભાડ ઝડપાયું, પ્રાથમિક તપાસમાં સરકારને આટલું નુકસાન

બોગસ રોયલ્ટી પાસના આધારે રાજ્ય બહાર રેતી સપ્લાયનું કૌભાડ ઝડપાયું

Gujarat Others
YouTube Thumbnail 2023 12 20T145056.783 રાજ્ય બહાર રેતી સપ્લાયનું કૌભાડ ઝડપાયું, પ્રાથમિક તપાસમાં સરકારને આટલું નુકસાન

Valsad News: બોગસ રોયલ્ટી પાસના આધારે રાજ્ય બહાર રેતી સપ્લાયનું કૌભાડ ઝડપાયું વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ નાકા પર રેતી ભરેલ કન્ટેનર ઝડપાયું હતું. વલસાડ ભૂસ્તર વિજ્ઞાન,ખનિજ ખાતા એ બગવાડા હાઇવે પર એક સફેદ રેતી ભરેલું ટ્રેલર ઝડપ્યા બાદ ટ્રેલર ચાલકે રજૂ કરેલા ડિલિવરી ચલણ અને રોયલ્ટી પાસની તપાસ કરતાં વડોદરા ડભોઇથી મહારાષ્ટ્ર બોગસ રોયલ્ટી પર રેતી વહનનું કૌભાંડ ઝડપવામાં સફળતા મેળવી છે.આ કેસમાં પ્રાથમિક તપાસમાં સરકારને પ્રાથમિક રીતે 3.43.875 નું નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.

પારડીના બગવાડા નેશનલ હાઇવેના ટોલબુથ આગળ વલસાડ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન,ખનિજ ખાતા એ ગત તા 6-11-2023ના રોજ એક 28 ટન ખનીજ સાદી રેતી ભરેલું કન્ટેનર ટ્રેલર નં DD-01- G-9407ને અટકાવ્યું હતું અને ટ્રેલર ચાલક સંજીવ યાદવ રહે મુંબઈ પનવેલ પાસેથી જરૂરી કાગળો માંગતા ચાલકે વડોદરા ડભોઇ પરિખાના સ્ટોકિસ્ટ શ્રી પવનપુત્ર ટ્રેડર્સ,નું રેતી વહન અંગેનું રોયલ્ટી પાસ અને ડિલિવરી ચલણ નવી મુંબઈનું રજૂ કર્યું હતું. જે કાગળોની ઓનલાઇન તપાસ કરતાં ખનીજ વિભાગે બોગસ કાગળો હોવાની શંકા જતાં કન્ટેનર સીઝ કરવામાં આવ્યું હતું.

જે બાદ વલસાડ ખનીજ વિભાગે આ અંગેની તપાસ માટે વડોદરા ભૂસ્તરશાસ્ત્રીને રિપોર્ટ કર્યો હતો વડોદરા અને વલસાડ ભૂસ્તર વિજ્ઞાન,ખનિજ ખાતાની સંયુક્ત તપાસમાં વડોદરા ડભોઇ પરિખાના સ્ટોકિસ્ટ શ્રી પવનપુત્ર ટ્રેડર્સના સંચાલક જતિન વિનોદભાઈ વડગામ રહે વડોદરા ન્યુ સમા રોડ, નીલકંઠેશ્વર સોસાયટી દ્વારા છેલ્લા એક માસથી SSP પેપર પર બોગસ ડિલિવરી પાસ બનાવી રેતી વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી બોગસ ડિલિવરી ચલણ બનાવવા માટે ઉપયોગમાં લીધેલા કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ, રેતી 28 ટન ભરેલું ટ્રેલર કબજે લઈ વલસાડ ભૂસ્તર વિજ્ઞાન,ખનિજ ખાતાએ પારડી પોલીસ મથકે વડોદરા ડભોઇ પરીખ ખાતેના પવનપુત્ર ટ્રેડર્સના સંચાલક જતિન વિનોદભાઈ અને ટ્રેલર ચાલક સંજીવ કુમાર યાદવ તેમજ ટ્રેલર માલિક દશરથ યાદવ રહે મુંબઈ વિરુધ્ધ ગુન્હો નોધાવ્યો છે.

આ રેતી વહનનું કૌભાંડ કરી હાલ સરકારને કુલ 3.43.875નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આમ વલસાડ ભૂસ્તર વિજ્ઞાન,ખનિજ ખાતાને એક ટ્રેલર ઝડપી બોગસ ડિલિવરી, રોયલ્ટી પાસ બનાવી વડોદરા થી મહારાષ્ટ્ર રેતી વહન નું કૌભાંડ ઝડપવામાં સફળતા મળી છે. હાલ તો એક મહિનામાં આ રીતે કેટલા ટન રેતી નું વહન થયું જે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે રેતી વહન કરતાં માફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો