Not Set/ ઘરની બહાર સૂઇ રહેલા કૂતરાનો દીપડાએ કર્યો શિકાર, વીડિયોમાં જોવા મળી શિકાર અને સંયમની રમત

હિમાચલ પ્રદેશની રાજધાની અને પ્રવાસની સૌથી પ્રિય જગ્યાઓ પૈકીની એક, શિમલામાં આ દિવસોમાં દીપડાનો આતંક ફેલાયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવતા ત્યાનાં લોકોની ઉંગ ઉડી ગઇ છે. શિમલાનાં શ્નાન વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક દીપડાએ કૂતરાનો શિકાર કર્યો હતો. સવારે ચાર વાગ્યાની આસપાસ કૂતરો ઘરની બહારનાં દરવાજે સૂઈ રહ્યો હતો. આ સમગ્ર મામલો સીસીટીવી […]

Top Stories India
maxresdefault 1 ઘરની બહાર સૂઇ રહેલા કૂતરાનો દીપડાએ કર્યો શિકાર, વીડિયોમાં જોવા મળી શિકાર અને સંયમની રમત

હિમાચલ પ્રદેશની રાજધાની અને પ્રવાસની સૌથી પ્રિય જગ્યાઓ પૈકીની એક, શિમલામાં આ દિવસોમાં દીપડાનો આતંક ફેલાયો છે. તાજેતરમાં એક વીડિયો સામે આવતા ત્યાનાં લોકોની ઉંગ ઉડી ગઇ છે. શિમલાનાં શ્નાન વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક દીપડાએ કૂતરાનો શિકાર કર્યો હતો. સવારે ચાર વાગ્યાની આસપાસ કૂતરો ઘરની બહારનાં દરવાજે સૂઈ રહ્યો હતો. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે કૂતરાની ચીસોનો અવાજ આવ્યો ત્યારે ઘરનાં લોકોએ દરવાજો ખોલ્યો, પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ કૂતરાને ખેંચી લીધો હતો. લોકોમાં ભયનો માહોલ છે કે આ વિસ્તારમાં દીપડો આવી ગયો છે અને ગમે ત્યાં ગમે ત્યારે કોઈના પર પણ હુમલો કરી શકે છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચિત્તો થોડી મિનિટો માટે કૂતરાની પાસે ઉભો રહે છે. ત્યારબાદ અચાનક હુમલો કરી તેને ગળામાંથી પકડી લે છે. આ પહેલા પણ લોકો આ વિસ્તારમાં દિપડાને જોઇ ચૂક્યા છે, જેના કારણે લોકો હવે ખૂબ ડરી ગયા છે. જિલ્લા વન અધિકારી રાજેશકુમારે જણાવ્યું હતું કે, જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જંગલની બાજુમાં હોવાને કારણે દીપડાઓ અહીં આવતા રહે છે.

દિપડાએ જે કૂતરાને ઉપાડ્યો તે ઘરનો માલિક નરેન્દ્ર ઠાકુર કહે છે કે, તે શુક્રવારની સવારની ઘટના છે. તેના પાડોશીનો આ લેબ્રા ડોગ હતો, જે હંમેશા તેના ઘરે આવતો હતો. તેમણે કહ્યુ કે, જ્યારે કૂતરાએ ચીસો પાડી ત્યારે તે જાગી ગયા. આ વિસ્તારમાં દીપડો ઘણીવાર આવે છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તેમણે વન વિભાગને ફરિયાદ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.