Africa/ કાંગોમાં નદીમાં હોડી પલટતાં 51 લોકોના મોત, 69 લોકો લાપતા

કાંગોવાસીઓ માટે લાંબી યાત્રા કરવા માટે એક જ નદી છે અને તે કાંગો નદી છે. કાંગોની અર્થવ્યવસ્થા પણ ખરાબ છે અને તેના લીધે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપી શકતી નથી.

World
Congo River

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં હોડી પલટતાં 100થી વધારે લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા થઇ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે, આ બનાવ કાંગો નદી માં બન્યો છે.  ખાનગી સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન ઉત્તર પશ્ચિમી પ્રાંત મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નિસાર મૈગબાડોએ કહ્યું છે કે, 51 મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા છે. જયારે હોડીમાં બીજા 69 લોકો પણ સવાર હતા જે લાપતા છે. 39 લોકો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ પહેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં 15 ફેબ્રુઆરીના રોજ એક હોડી પલટવાથી 60 લોકોના મોત થયા હતા. આ ઘટના પણ કાંગો નદીમાં થઇ હતી. હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા, જેના કારણે હોડી ડૂબી ગઈ હતી. દેશના માનવીય મામલાના મંત્રી સ્ટીવ મબિકાયીએ જણાવ્યું હતું કે, આ હોડી પર 700 થી વધારે લોકો સવાર હતા. આ ઘટના દેશના માઈ-નોમડબે પ્રાંતમાં બની હતી. હોડીના એક દિવસ પહેલા કીન્હાસા પ્રાંતના મબનડાકા માટે રવાના થઇ હતી. માઈ-નોમડબે પ્રાંતના લોંગગોલા ઇકોતી ગામ પાસે પહોચી હોડી ડૂબી ગઈ હતી.

લાંબા અંતર માટે એક જ રસ્તો “કાંગો નદી”

કાંગો નદીમાં ભયંકર ઘટનાઓ બનવી તે સામાન્ય વાત છે. દેશભરમાં રસ્તાઓ ખરાબ પરિસ્થિતિમાં છે તેના કારણે લોકો હોડી દ્વારા યાત્રા કરતા હોય છે. આ ઉપરાંત હોડીમાં જરૂર કરતા વધારે લોકો સવાર થઇ જાય છે અને લોડ વધી જાય છે તેના કારણે આવી ઘટના સર્જાય છે.  કાંગો વાસીઓ માટે લાંબી યાત્રા કરવા માટે એક જ નદી છે અને તે કાંગો નદી છે. કાંગોની અર્થવ્યવસ્થા પણ ખરાબ છે અને તેના લીધે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપી શકતી નથી.