Not Set/ કોરાના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનાં આધારે ભારત વિશ્વમાં હવે 12 ક્રમાંરે પહોંચ્યું

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસનો ચેપ અત્યાર સુધીમાં 2.8 લાખ લોકો સુધી પહોંચી ગયો છે. માત્ર જુનની વાત કરીએ તો કેસોમાં મોટો વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ ચેપનાં કુલ એક તૃતીયાંશ કિસ્સાઓ સામે આવ્યા છે. જુનનાં આંકડા જોઈએ તો દેશભરમાં 10 દિવસમાં કોરોનાનાં 90 હજાર નવા કેસ નોંધાયા […]

World
7710dff1dc6a2880f7cc2f61e5a7db13 2 કોરાના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનાં આધારે ભારત વિશ્વમાં હવે 12 ક્રમાંરે પહોંચ્યું

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસનો ચેપ અત્યાર સુધીમાં 2.8 લાખ લોકો સુધી પહોંચી ગયો છે. માત્ર જુનની વાત કરીએ તો કેસોમાં મોટો વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ ચેપનાં કુલ એક તૃતીયાંશ કિસ્સાઓ સામે આવ્યા છે. જુનનાં આંકડા જોઈએ તો દેશભરમાં 10 દિવસમાં કોરોનાનાં 90 હજાર નવા કેસ નોંધાયા છે.

ભારતમાં ઝડપથી વધી રહેલા કેસોને કારણે હવે કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનાં આધારે ભારત વિશ્વમાં 12 માં ક્રમે પહોંચી ગયું છે. દેશમાં હવે કોરોનાથી હાલમાં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં ડેટા અનુસાર, ભારતમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2.8 લાખથી વધુ થઇ ગઈ છે. વળી અત્યાર સુધીમાં 7,745 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી લગભગ 1 લાખ 35 હજાર દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમના ઘરે પાછા ફર્યા છે.

દર્દીઓની રિકવરીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં નવમા ક્રમે છે. જો તમે વિશ્વનાં મોટા દેશો પર એક નજર નાખો તો કોરોના વાયરસનાં કારણે વિશ્વનાં 4 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વભરમાં 73 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.