પરિણામ/ ભરૂચમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર જીત્યા ,જાણો વિગતો

કોગ્રેસના ગઢમાં AIMIM એ ગાબડું પાડ્યું હતું.ઓવૈસીની પાર્ટીએ  અમદાવાદ મહાનગર પાલિકામાં પણ જીત હાંસિલ કરી હતી.

Top Stories
OWASI ભરૂચમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર જીત્યા ,જાણો વિગતો

ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર 10 ની પેટા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઇ ગઇ છે. વોર્ડ નંબર 10માં AIMIM ના ઉમેદવાર સાદેકા બીબી શાહનવાઝ શેખનો વિજય થયો હતો. કોગ્રેસના ગઢમાં AIMIM એ ગાબડું પાડ્યું હતું.ઓવૈસીની પાર્ટીએ  અમદાવાદ મહાનગર પાલિકામાં પણ જીત હાંસિલ કરી હતી.હાલ પાર્ટી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી રહી છે. આવનાર દિવસોમાં ઓવૈસીની પાર્ટી કોગ્રેસ પાર્ટી માટે ખતરો સાબિત થશે.

આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે ઓખા, થરા અને ભાણવડ નગરપાલિકા ચૂંટણીની મતગણતરી થઇ રહી છે.  થરા નગરપાલિકામાં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જીત્યા છે.

સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ, અને અમિત જતનીયાની જીત થઈ છે.