કાર્યક્રમ રદ/ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ઇવેન્ટ રદ કરી,જાણો કેમ

બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં રહેલા નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીની એક ઈવેન્ટ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રદ્દ કરી દીધી છે. આ પછી નારાજ વિવેકે ટ્વિટર પર સમર્થનની અપીલ કરી હતી

Top Stories Entertainment
8 ઓક્સફર્ડ યુનિવર્સિટીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ઇવેન્ટ રદ કરી,જાણો કેમ

બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં રહેલા નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીની એક ઈવેન્ટ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રદ્દ કરી દીધી છે. આ પછી નારાજ વિવેકે ટ્વિટર પર સમર્થનની અપીલ કરી હતી. વિવેક અગ્નિહોત્રીએ યુનિવર્સિટી પર ‘હિંદુફોબિયા’ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ નિર્માતાએ એક વિડિયોમાં જણાવ્યું હતું કે તેમને યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા 31 મેના રોજ ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તે રદ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, ઈમેલ પર આપવામાં આવેલી માહિતી મુજબ બધુ સારૂં હતું  પરંતુ, થોડા કલાકો પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે  બે બુકિંગ થઈ ગઈ છે તેથી હું હોસ્ટ કરી શકતો નથી. વિવેકે કહ્યું કે મને પૂછ્યા વગર તેમણે 1 જુલાઈની તારીખ આપી દીધી. કારણ કે તે દિવસે કોઈ વિદ્યાર્થીઓ નહીં હોય અને કોઈ કાર્યક્રમ કરવાનો કોઈ અર્થ નથી.

પોતાના ટ્વીટમાં નિર્દેશકે લખ્યું, ‘હિંદુફોબિક ઓક્સફર્ડ યુનિયને ફરી એકવાર હિન્દુ અવાજને દબાવી દીધો. તેઓએ મારો કાર્યક્રમ રદ કર્યો. પરંતુ, સત્ય એ છે કે તેમણે હિંદુઓના નરસંહારને એમ કહીને રદ કર્યું કે જ્યાં હિંદુ વિદ્યાર્થીઓ લઘુમતી છે. આ સંઘના ચૂંટાયેલા પ્રમુખ પાકિસ્તાની છે. મહેરબાની કરીને મારો વિડિયો શેર કરો અને આ મુશ્કેલ લડતમાં મારો સાથ આપો. ડિરેક્ટરે કહ્યું કે તે તેમની સામે કેસ કરશે.