IPL 2022/ દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ઘાયલ, IPLમાં રમવું મુશ્કેલ

દિલ્હી કેપિટલ્સ IPLમાં આગામી મેચ ગુજરાત ટાઇટન્સ સાથે 2 એપ્રિલે રમવાની છે. પરંતુ તે પહેલા તેને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ ઈજાગ્રસ્ત થયો છે અને તેનું આઈપીએલમાં રમવું શંકાસ્પદ બની ગયું છે.

Sports
Untitled 35 37 દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ઘાયલ, IPLમાં રમવું મુશ્કેલ

દિલ્હી કેપિટલ્સે IPL 2022 ની શરૂઆત જીત સાથે કરી. રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીએ રવિવારે તેની શરૂઆતની મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. દિલ્હી હવે આગામી મેચ ગુજરાત ટાઇટન્સ સાથે 2 એપ્રિલે રમવાની છે. પરંતુ તે પહેલા તેને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ ઈજાગ્રસ્ત થયો છે અને તેનું આઈપીએલમાં રમવું શંકાસ્પદ બની ગયું છે.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્શ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે અને તેને યજમાન દેશ સાથેની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ સિરીઝ શરૂ થતા પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને હિપમાં ઈજા થઈ છે, જેના કારણે તે ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

માર્શને દિલ્હીની ટીમે આ હરાજીમાં રૂ. 6.5 કરોડની જંગી રકમમાં સામેલ કર્યો હતો. તે પાકિસ્તાન શ્રેણી બાદ 6 એપ્રિલે ફ્રેન્ચાઈઝીમાં જોડાવાનો હતો. માર્શની ઈજા વિશે વિગતો આપતાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને હિપમાં તકલીફ થઈ હતી જે બાદ તેને સ્કેનિંગ માટે મોકલવામાં આવ્યો હતો. અમે રિપોર્ટની રાહ જોઈશું અને પછી જ ખબર પડશે કે શું થયું છે, પરંતુ મને લાગે છે કે તે આગામી સિરીઝમાં રમી શકશે નહીં.

30 વર્ષીય માર્શ હાલમાં ટોચના ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની ખિતાબની મેચમાં મેચ વિનિંગ 77 રન બનાવ્યા હતા.