Not Set/ પાકિસ્તાનના પરિણામો: ઇમરાન ખાન બની શકે છે વડાપ્રધાન, PTI નંબર વન પાર્ટી

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે.પાકિસ્તાનમાં લાંબા સમય પછી સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. પુર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના નેતા ઇમરાન ખાન સત્તાના સુત્રો સંભાળે તેવા પરિણામો જોવા મળી રહ્યાં છે. બુધવારે સાંજે મતદાન પત્યા પછી સમગ્ર રાત દરમિયાન ચાલુ રહેલી મતગણતરીમાં પીટીઆઇ 113 સીટો સાથે સૌથી મોટી […]

Top Stories
imran khan પાકિસ્તાનના પરિણામો: ઇમરાન ખાન બની શકે છે વડાપ્રધાન, PTI નંબર વન પાર્ટી

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે.પાકિસ્તાનમાં લાંબા સમય પછી સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. પુર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના નેતા ઇમરાન ખાન સત્તાના સુત્રો સંભાળે તેવા પરિણામો જોવા મળી રહ્યાં છે. બુધવારે સાંજે મતદાન પત્યા પછી સમગ્ર રાત દરમિયાન ચાલુ રહેલી મતગણતરીમાં પીટીઆઇ 113 સીટો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી છે, જ્યારે પુર્વ પીએમ નવાઝ શરીફની  પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ-એન(પીએમએલ-એન) 64 સીટો સાથે બીજા નંબરે રહી છે,જ્યારે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી) 43 સીટો ત્રીજા નંબરે રહી છે. ચૂંટણીના કુલ 47 ટકા પરિણામો જાહેર થયા છે અને ગુરૂવારે સવારે પણ મતગણતરી ચાલુ રહી છે.

મતગણતરીમાં વાર લાગતા ગુરૂવારે વહેલી સવાર સુધી ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર નહોતા થયા. પરંતુ જે રીતે ઇમરાન ખાનની પાર્ટી તરફ ઝોંક જોવા મળ્યો છે તે જોતા નક્કી થઇ ગયું છે કે ‘કપ્તાન’ જ દેશના પીએમ બનશે.

હાર બાદ પીએમએલ-એનના શહબાઝ શરીફે પાકિસ્તાન ઇલેક્શન કમિશન પર આરોપ મુકતાં કહ્યું હતું કે મતગણતરીમાં ભારે ગરબડો થઇ છે. શહબાઝે કહ્યું કે અમારા કાર્યકરોની અટકાયતો કરવામાં આવી છે. પોલીંગ સ્ટેશન પર પણ અમારા એજન્ટોને અટકાવવામાં આવ્યા હતા અને બહાર કાઢવામાં આવ્યા હતા.

પીટીઆઇના વાવાઝોડા સામે પુર્વ પીએમ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો પણ હારી ગયા હતા.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીની જીત સાથે લોકોએ રસ્તા પર ઉતરીને ઉજવણી ચાલુ કરી દીધી હતી. લોકો કરાંચી અને લાહોરના રસ્તાઓ પર ‘નયા પાકિસ્તાન’ ના બેનરો સાથે જોવા મળતા હતા. જો કે પીટીઆઇ કે ઇમરાન તરફથી કોઇ અધિકૃત નિવેદન બહાર નથી પાડવામાં આવ્યું.