Not Set/ ઉત્તર કોરિયા કરતાં પણ પાકિસ્તાન વધુ ખતરનાક : પૂર્વ યુ.એસ. સેનેટર

અમેરિકાના ટોચના એક પૂર્વ સેનેટરે પાકિસ્તાનને ઉત્તર કોરિયા કરતા પણ ખતરનાક ગણાવ્યું છે. અમેરિકાની સેનેટના શસ્ત્ર નિયંત્રણ પેટાસમિતિના પ્રમુખ લૈરી પ્રેસલરે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને ઠગ રાષ્ટ્ર ગણાવતા ચેતવણી આપી છે કે, પાકિસ્તાન ઉત્તર કોરિયા કરતા પણ ખતરનાક છે કારણ કે, અણુશસ્ત્રો પર કોઈ નિયંત્રણ નથી તેથી તે તેમના શસ્ત્રોના વેચાણ અને ચોરીની બાબતમાં સવેનશીલ છે. […]

World
download 24 1 ઉત્તર કોરિયા કરતાં પણ પાકિસ્તાન વધુ ખતરનાક : પૂર્વ યુ.એસ. સેનેટર

અમેરિકાના ટોચના એક પૂર્વ સેનેટરે પાકિસ્તાનને ઉત્તર કોરિયા કરતા પણ ખતરનાક ગણાવ્યું છે. અમેરિકાની સેનેટના શસ્ત્ર નિયંત્રણ પેટાસમિતિના પ્રમુખ લૈરી પ્રેસલરે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને ઠગ રાષ્ટ્ર ગણાવતા ચેતવણી આપી છે કે, પાકિસ્તાન ઉત્તર કોરિયા કરતા પણ ખતરનાક છે કારણ કે, અણુશસ્ત્રો પર કોઈ નિયંત્રણ નથી તેથી તે તેમના શસ્ત્રોના વેચાણ અને ચોરીની બાબતમાં સવેનશીલ છે.

આ અંગે આશંકા વ્યક્ત કરતા પૂર્વ યુ.એસ. સેનેટરે કહ્યું, પાકિસ્તાન પોતાના અણુશસ્ત્રોનો ઉપયોગ અમેરિકા સામે પણ કરી શકે છે. તેમજ ચેતવણીપી છે કે, આ શસ્ત્રો પાકિસ્તાનના જનરલ અથવા કર્નલ પાસેથી પણ ખરીદી શકાય છે.

મહત્વનું છે કે, પેટાસમિતિના પ્રમુખ તરીકે પ્રેસલરે 1990 માં લાગુ કરવામાં આવેલ સુધારાની હિમાયત કરી હતી જેને હવે પ્રેસલર અમેંડમેંટ (સંશોધન) તરીકે ઓળખાય છે. આ સુધારાના ભાગરૂપે જ પાકિસ્તાનની મદદ અને સૈન્ય શાસ્ત્રોના વેચાણ પર અંકુશ લગાડવામાં આવ્યો છે.