Sports/ વિદેશી ખેલાડીઓ પાકિસ્તાનની ધરતી ઉપર રમવા નથી માંગતા’, PSLને લઈને ટીમ માલિકો સાથે રમીઝ રાજાની ઉગ્ર ચર્ચા

પાકિસ્તાન સુપર લીગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા અને ટીમના માલિકો વચ્ચે ટીમના પર્સને લઈને વિવાદ થયો છે. ટીમના માલિકોએ રમીઝ રાજાની ઓફર ઠુકરાવી દીધી છે.

Sports
પાકિસ્તાન સુપર લીગ વિદેશી ખેલાડીઓ પાકિસ્તાનની ધરતી ઉપર રમવા

IPLની તર્જ પર પાકિસ્તાનમાં શરૂ થયેલી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં હંગામો મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા અને PSLમાં ટીમોના માલિકો વચ્ચે ક્રિકેટરોના પગારને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. આ વિવાદ ત્યારે થયો છે જ્યારે પાકિસ્તાન સુપર લીગની સાતમી સિઝનને હવે થોડા મહિના જ બાકી છે.

પાકિસ્તાનના જિયો ટીવીના સમાચાર અનુસાર, પાકિસ્તાન સુપર લીગને લઈને PCB અધ્યક્ષ અને ફ્રેન્ચાઈઝી વચ્ચે બેઠક થઈ હતી. જેમાં ફ્રેન્ચાઈઝીની સેલેરી કેપ વધારવાને લઈને જોરદાર ચર્ચા થઈ હતી.

વાસ્તવમાં, એવું બન્યું કે આ મીટિંગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ, રમીઝ રાજાએ પ્રસ્તાવ મૂક્યો કે ફ્રેન્ચાઇઝીએ તેની સેલરી કેપ વધારવી જોઈએ, જેના પર ફ્રેન્ચાઇઝીએ વાંધો ઉઠાવ્યો. રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું કે ફ્રેન્ચાઈઝીના આ સ્ટેન્ડને કારણે વિદેશી ખેલાડીઓ PSLનો ભાગ નથી બની રહ્યા.

રિપોર્ટ અનુસાર, રમીઝ રાજાએ વાંધો ઉઠાવ્યો હતો કે ઓછા પગારની કેપને કારણે વિદેશી ખેલાડીઓ અહીં આવતા નથી. જેના જવાબમાં ફ્રેન્ચાઇઝી ઓનરએ કહ્યું કે ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે હાલમાં PSLની એક ટીમના ખેલાડીઓની સેલરી કેપ $0.95 મિલિયન છે, જ્યારે રમીઝ રાજાની અપીલ છે કે તેને $1.2 મિલિયન કરો. પરંતુ આ ઉગ્ર ચર્ચા છતાં, રમીઝ રાજા આગળ વધી શક્યા નહીં અને તમામ ટીમોએ પોતપોતાની વાત કરી.

નોંધનીય છે કે પાકિસ્તાન સુપર લીગમાં કુલ 6 ટીમો રમે છે, જેમાં પેશાવર, લાહોર, કરાચી, ક્વેટા, ઈસ્લામાબાદ અને મુલતાનની ટીમો સામેલ છે.

વાયરલ વીડિયો / આ વૃદ્ધ મહિલા ખાય છે રોજ અડધો કિલો રેતી, કારણ જાણીને થઈ જશો હેરાન

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે

ફરી કુદરતના ખોળે / વિશિષ્ટ પક્ષી ચટકી માખીમાર, આવો જાણીએ આ સતરંગી પક્ષી વિષે વિગતે …