Not Set/ પાકિસ્તાન ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી 1992ની યાદ કરી શકે છે તાજા, જાણો શું કહે છે વસીમ અકરમ

વિશ્વકપમાં આવતીકાલે એટલે કે બુધવારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે એડબેસ્ટન, બર્મિંગહામમાં મેચ રમાવવાની છે. આ મેચ રોચક બની શકે તેવી પાકિસ્તાનનાં દિગ્ગજોને આશા છે. આ મેચને લઇને પાકિસ્તાનનાં પૂર્વ ઝડપી ખેલાડી વસીમ અકરમે કેપ્ટન સરફરાજ અહમદને સલાહ આપી છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ પોતાની ટીમમાં કોઇ ફેરફાર કરે નહી. ભારત સામે કારમી હાર મેળવ્યા બાદ ગત […]

Top Stories Sports
H43 પાકિસ્તાન ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી 1992ની યાદ કરી શકે છે તાજા, જાણો શું કહે છે વસીમ અકરમ

વિશ્વકપમાં આવતીકાલે એટલે કે બુધવારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે એડબેસ્ટન, બર્મિંગહામમાં મેચ રમાવવાની છે. આ મેચ રોચક બની શકે તેવી પાકિસ્તાનનાં દિગ્ગજોને આશા છે. આ મેચને લઇને પાકિસ્તાનનાં પૂર્વ ઝડપી ખેલાડી વસીમ અકરમે કેપ્ટન સરફરાજ અહમદને સલાહ આપી છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ પોતાની ટીમમાં કોઇ ફેરફાર કરે નહી. ભારત સામે કારમી હાર મેળવ્યા બાદ ગત મેચ દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાને 49 રને વિજય મેળવી તેની સેમીફાઈનલની આશાને જીવંત રાખી છે.

1126 3939673 updates પાકિસ્તાન ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી 1992ની યાદ કરી શકે છે તાજા, જાણો શું કહે છે વસીમ અકરમ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમને લઇને અકરમનું કહેવુ છે કે, આ વખતે પાકિસ્તાનની ટીમ 1992ની યાદને ફરી તાજા કરશે. તે વિશ્વકપમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ એક પણ મેચ હારી નહોતી અને ત્યારે પાકિસ્તાને તેને ક્રાઇસ્ટચર્ચમાં સાત વિકેટથી માત આપી હતી. વિશ્વકપ 2019નાં પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડની ટીમ રહેલી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા ૧૦ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે જેથી બંને ટીમો પ્રથમ ક્રમ પર છે. ટોપની ટીમો હાલમાં આગામી દોરમાં પહોંચી ચુકી છે. બીજી બાજુ ભારતીય ટીમ નવ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ ભારત સાથે હાર મળ્યા બાદ હાલમાં લડાયક મુડમાં દેખાઇ રહી છે.

Kane Williamson 1 પાકિસ્તાન ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી 1992ની યાદ કરી શકે છે તાજા, જાણો શું કહે છે વસીમ અકરમ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાનનાં તમામ ખેલાડી ફોર્મમાં હોવાથી ન્યૂઝીલેન્ડ સામેની મેચ રોમાંચક બની શકે છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડની ટીમ છ મેચોમાં પાંચ જીત સાથે ૧૧ પોઇન્ટ ધરાવે છે. ન્યૂઝીલેન્ડની ટીમ એકપણ મેચ હારી નથી જેથી તેની સામે પાકિસ્તાનની કસોટી થવાની છે. પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. વિશ્વ કપની આ મેચ ખુબ રોમાંચક બને તેવા પૂરા સંકેત છે. પાકિસ્તાની ચાહકો હાલામાં આશાવાદી બનેલા છે. બંને ટીમો નીચે મુજબ છે.

પાકિસ્તાન

સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ. 

ન્યૂઝીલેન્ડ

વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુÂપ્ટલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.